By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગ્રીન એનર્જી પર ચીનની નાગચૂડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રનિંગ કોમેન્ટ્રી - દિલીપ ગોહિલ

ગ્રીન એનર્જી પર ચીનની નાગચૂડ

agragujaratnews
Last updated: 2023/12/02 at 4:55 PM
2 years ago
Share
ગ્રીન એનર્જી પર ચીનની નાગચૂડ
SHARE

વિશ્વ અને ભારત ઉંઘતા હતા ત્યારે બે દાયકા પહેલાં ચીને આર્થિક, ટેક્નોલૉજિકલ અને લશ્કરી તાકાત બનવાની તૈયારી કરી લીધી, જેને કાબૂમાં લેતા બીજા બે દાયકા નીકળી જશે

દુબઈમાં પર્યાવરણના બચાવ માટેની સંયુક્ત રાષ્ટ્રસંઘની પરિષદ યોજાઈ છે. વીજળી ઉત્પન્ન કરવા માટે અને ઉર્જાની બીજી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કયું બળતણ વાપરવામાં આવે તેના પર પૃથ્વીની તંદુરસ્તીનો ઘણો આધાર છે. આપણે નકરો કોલસો બાળીને ધૂમાડો પેદા કરી રહ્યા છીએ તે આંખોને અને ફેફસાને બાળી રહ્યો છે. તેના કારણે હવામાનનું સંતુલન પણ બગડી રહ્યું છે. ધરતીનું સરરેાશ તાપમાન વધી ગયું છે અને હવે તેને વધતું અટકાવવું જરૂરી છે. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત પહેલાં દુનિયામાં જે સરેરાશ તાપમાન હતું તેનાથી દોઢ ડિગ્રી વધે ત્યાં સુધી ઠીક છે, પણ તેનાથી ગરમી વધી તે ભારે પડી શકે છે. એટલે લક્ષ્યાંક એ છે કે દોઢ ડિગ્રીથી તાપમાન ના વધે તે માટે અત્યારથી જ પ્રયત્નો કરવા પડશે. આજે શરૂઆત કરીશું તો દાયકાઓ પછી તાપમાન ફરીથી થોડું કાબૂમાં આવતું થશે.
તેના માટે જરૂરી છે ગ્રીન એનર્જીની. ગ્રીન એનર્જી એટલે એવી ઉર્જા જેમાં ધૂમાડો પેદા ના થાય, કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ના થાય, કુદરતી સંસાધનોનો વિનાશ ના થાય અને કુદરતની જે અખૂટ શક્તિ છે તેનો જ ઉપયોગ થાય. એટલે કે રિન્યુએબલ. પવન ઉર્જા રિન્યુએબલ ઉર્જા છે. Hપરંતુ આ પ્રકારની ગ્રીન એનર્જી માટે આધુનિક ઉપકરણો અને ટેક્નોલૉજી જોઈએ, કેટલીક ધાતુ અને કેટલાક રેર અર્થ અને કેમિકલ જોઈએ. આજે સ્થિતિ એવી છે કે ચીનની મોનોપોલી આવી ધાતુઓ, રેર અર્થ, કેમિકલ અને ઉપકરણોમાં થઈ ગઈ છે. એક તો આ પ્રકારની ધાતુઓ બધા દેશોમાં મળતી નથી. દુનિયાના કેટલાક દેશોમાં તેનો જથ્થો છે અને એ દેશો અડધિયા જેવા છે અને અસ્તવ્યસ્ત છે. ખાણકામ સત્તાવારી રીતે થાય તેના કરતાં ગેરકાયદે વધારે થાય. તેની દાણચોરી થાય. કોર્પોરેટ જગતમાં એક પ્રકારની સ્ટેબિલિટી અને સુનિશ્ચિત સ્થિતિ જોઈએ.
પ્રોસેસિંગની ટેક્નોલૉજી, મેન્યુફેક્ચરિંગ કેપેસિટી, ગંજાવર કારખાનું નાખીને ઇકોનોમી ઑફ સ્કેલ પ્રાપ્ત કરવાનું હોય તેમાં ચીન ઓલરેડી મોનોપોલી જમાવીને બેસી ગયું છે. ચીનમાં પણ આ બધું રાતોરાત નથી થયું. હેન્રી કિસિન્જરનું 100 વર્ષે અવસાન થયું ત્યારે તેના લેખમાં ગઈ કાલે ઉલ્લેખ કર્યો હતો કે તેણે ચીન સાથે સંબંધો કેળવ્યા હતા. ચીની સામ્યવાદીઓને અમેરિકનોએ સાધ્યા હતા, કેમ કે તે રશિયાથી ચીનને વિખૂટું પાડવા માગતા હતા. અમેરિકનો પોતાને શાણા સમજતા રહ્યા, પણ ચીનાઓ વધારે લુચ્ચા નીકળ્યા. તેમણે ગરજનો લાભ લીધો અને અમેરિકા સાથે સંબંધો કેળવીને ત્યાંની ટેક્નોલૉજી ધીરે ધીરે સરકાવાનું શરૂ કરી દીધું.
હવે ચીની કંપનીઓના મોબાઇલ જ દુનિયામાં ફરી વળ્યા છે. ભારતમાં વાતો મોટી મોટી થાય છે, પણ વાસ્તવિકતા એ છે કે ચીનથી જંગી આયાત આજેય થઈ રહી છે. ત્યાંથી પાર્ટ્સ અને કોમ્પોનન્ટ્સ આવે છે અને ભારતમાં માત્ર એસેમ્બલ થાય છે. ભારત જાગ્યું છે એ વાત સાચી, પણ મોડે મોડે જાગ્યું છે. ચીનથી પશ્ચિમ ડરવા લાગ્યું છે ત્યારે ભારતને આગળ કરશે. ભારતે તે ગરજનો લાભ લેવાનો છે, પણ ગરજનો લાભ લેવા માટે પણ તમારી પાસે કુશળતા, તૈયારી, કમિટમેન્ટ અને ખાસ તો સમજણ હોવી જોઈએ. સ્લોગનબાજીથી કામ ચાલતું નથી. ચીન જેવી લુચ્ચાઈ આપણે કરવાની જરૂર નથી, પણ ચાલાકી અને સ્માર્ટનેસ તો દાખવવી પડે.
હવે એવું કરવા જઈએ તો પણ નજીકના ભવિષ્યમાં થવાનું નથી. બે દાયકા ચીનને સ્પર્ધા આપવામાં જતા રહેશે. કેમ કે લિથિયમ, રેર અર્થ, કોલાબ્ટ અને મેંગેનીઝનું 75 ટકાથી વધારે ઉત્પાદન ત્રણેક દેશોમાં થાય છે અને તેના પ્રોસેસિંગનું કામ ચીનના કબજામાં છે. એસ્પન દ્વારા થયેલા એક અભ્યાસ અનુસાર 2019માં નિકલનું 35 ટકા પ્રોસેસિંગ, કોપરનું 40 ટકા પ્રોસેસિંગ, લિથિયમનું તો અધધધ 85 ટકા પ્રોસેસિંગ, કોબાલ્ટનું 65 ટકા અને રેર અર્થનું પણ અગેઇન અધધધ 87 ટકા પ્રોસેસિંગ ચીનના હાથમાં છે.
આજે દુનિયા જાગી છે અને ચીનની મોનોપોલી તોડવાની તૈયારીઓ થઈ ગઈ છે, પણ તેમાં અડધો દાયકો વીતિ ગયો છે અને દોઢ દાયકો હજી જતો રહેશે. ત્યાં સુધીમાં દુનિયામાં ન જાણે શું બદલાઈ જશે. બીજું ગ્લોબલ ક્લાઇમેટના સંદર્ભમાં ગ્રીન એનર્જીનું પ્રમાણ આ દાયકાના અંત સુધીમાં વધારવાનું છે તે પણ માત્ર ઇચ્છા આધારિત નથી. ચીનના હાથમાં ગ્રીન એનર્જીનો એક્કો છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ હાલમાં જણાવ્યું છે કે 20230ના વર્ષ સુધી કોબાલ્ટના પ્રોડક્શનમાં ચીનનો હિસ્સો નામનોય ઘટવાનો નથી. લિથિયમમાં થોડો ઘટશે, પણ તોય 50 ટકા બજાર તેના હાથમાં રહેશે.
ભારતે પોતાની રીતે તૈયારીઓ કરી છે અને મિનરલ્સ સિક્યુરિટી પાર્ટનરશીપ નામના સંગઠનમાં પણ ભારત જોડાયું છે. અમેરિકાએ 14 દેશોનું આ સંગઠન તૈયાર કર્યું છે. ભારત જી-20 સહિતના સંગઠનોમાં પણ આ મુદ્દાને આગળ કરતો રહ્યો છે, જેથી સ્થિતિમાં ઝડપથી પરિવર્તન આવે. ભારત બે રીતે પ્રયાસો કરે છે. એક તો ચીનનો વિકલ્પ બની શકે તો અહીં મેન્યુફેક્ચરિંગ વધે, આર્થિક પ્રગતિ વધે અને રોજગારીનો પ્રશ્ન હલ થાય. સાથે જ ભારત માટે હવામાનની પ્રતિકૂળતા સૌથી જોખમી છે. એટલે ગ્રીન એનર્જીમાં જેટલી ઝડપ થાય તેટલી ભારતને એનર્જી માર્કેટનો વેપારી લાભ પણ મળે અને વરસાદ તથા ખેતીની બાબતમાં ચિંતા ઓછી થાય. ભારત પાસે વિશાળ ભૂમિ છે અને તેમાં ઘાતુના ભંડારો રહેલા છે તે દિશામાં પણ શરૂઆત થઈ છે, પણ હવે તેમાં ઝડપની અને સ્માર્ટનેસની જરૂર છે.

You Might Also Like

ભારતમાં ક્રિપ્ટોનો ધંધો 90 ટકા ઘટ્યો

હૂતીઓના ભૂમિ પરના અડ્ડા પર હુમલો

કેનેડા નહીં તો ક્યાંય પણ ચાલશે!

જાપાનમાં અર્થક્વેક અને અમદાવાદ-સુરતનું હવામાન

2024ના વર્ષમાં અર્થતંત્રની અપેક્ષાઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
એઇમ્સના ઇન્ટર્ન ડોક્ટરના આપઘાત પાછળ માનસિક શારીરિક ત્રાસ કારણભૂત
રાજકોટ

એઇમ્સના ઇન્ટર્ન ડોક્ટરના આપઘાત પાછળ માનસિક શારીરિક ત્રાસ કારણભૂત

Editor By Editor 5 days ago
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
 વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં રાજયસ્તરનો “શૌર્ય-૨૦૨૬” ટેકફેસ્ટ યોજાયો
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?