બીજેપીના મહિલા સાંસદ પૂનમ મહાજને પ્લેનમાંથી કૂદીને નવા વર્ષનું કર્યું સ્વાગત
નવા વર્ષનો એક દિવસ પસાર થઈ ગયો છે ત્યારે નવા વર્ષની ઉજવણીના અનેક સમાચાર આવી રહ્યા છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ મુર્મુએ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું કે , ‘દરેકને નવા વર્ષની શુભેચ્છા. 2024 બધા માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે. ચાલો, સર્વસમાવેશક અને ટકાઉ વિકાસમાં યોગદાન આપવાની નવી પ્રતિબદ્ધતા સાથે નવા વર્ષનું સ્વાગત કરીએ.
નવા વર્ષની ઉજવણી સાથે અનેક સંકલ્પો પણ લોકોએ કર્યા છે.નવા વર્ષની શરૂઆત માટે પણ અનેક લોકોએ જુદા જુદા અપનાવ્યા છે,આમ દુનિયાભરના લોકોએ નવા વર્ષની શરૂઆત પોતપોતાની શૈલીમાં કરી છે. કેટલાકે પાર્ટી કરીને નવા વર્ષનું સ્વાગત કર્યું તો કેટલાકે રોમાંચ સાથે નવા વર્ષની શરૂઆત કરી. કેટલાક લોકોએ કૈક જુદું કરી ને લોકોનું ધ્યાન ખેંચ્યું છે આવા જ એક વ્યક્તિ છે બીજેપીના મહિલા સાંસદ પૂનમ મહાજન, જેણે પ્લેનમાંથી કૂદીને નવા વર્ષનું સ્વાગત કર્યું. વાસ્તવમાં બીજેપી સાંસદ પૂનમે દુબઈમાં સ્કાય ડાઈવિંગ કરીને વર્ષના અંત અને 2024ની શરૂઆત કરી હતી. તેણે તેનો વીડિયો પણ શેર કર્યો છે.
પૂનમ મહાજને કહ્યું, ‘જેઓ ક્યારેય કૂદતા નથી, તેઓ ક્યારેય ઉડતા નથી. હું વધુ તાકાત સાથે નવા વર્ષમાં પ્રવેશી રહી છું. મેં મારી બકેટ લિસ્ટમાં ડાઇવિંગને પણ ટિક કર્યું છે. દરેકને 2024ની શુભકામનાઓ. તેણે કહ્યું કે તે પહેલાથી જ સ્કાય ડાઈવિંગ કરવા માંગતા હતા . તે સ્કાય ડાઇવિંગ માટે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં દુબઈ પહોંચ્યા હતા. અહીં તેણે નવા વર્ષ નિમિત્તે પોતાનું સપનું પણ પૂરું કર્યું.