આ પર્વમાં ટ્રેડિશનલ કપડા સાથે મેકઅપ જ્વેલરી અને હેર સ્ટાઈલનું ખાસ ધ્યાન રાખો
પંચ દિવસીય પર્વ દિવાળીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આ પાંચ દિવસ દરમિયાન અલગ અલગ મેકઅપ કરીને તમે તમારા લોકોને ખાસ બનાવી શકો છો. દિવાળી આપણો પારંપરિક તહેવાર હોવાથી મોટાભાગે આ પર્વ દરમિયાન આપણે ટ્રેડિશનલ ક્લોથસ પહેરતા હોઈએ છીએ. ટ્રેડિશનલ કપડા માટે મોટાભાગે ડાર્ક કલર પસંદગી કરવામાં આવતી હોય છે જેથી કરીને મેકઅપ પણ એ મુજબ કરવો જરૂરી છે મેકઅપની સાથે જ્વેલરી તેમજ બિન્દી નો પણ ખાસ ખ્યાલ રાખો.
દિવાળીના તહેવારોમાં પૂજન નું મહત્વ વધુ હોય છે તેમજ મિત્રો પરિવારને મળવાનું પણ થતું હોય છે તો એ મુજબ વસ્ત્રો અને મેકઅપની પસંદગી કરશો તો તમારો લુક તેમ અલગ લાગશે.