By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    5 days ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    7 days ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    1 week ago
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
    2 weeks ago
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    1 month ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    1 month ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    1 month ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    1 month ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    1 month ago
  • EpaperEpaperEpaper
Reading:  શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, કોલેજોમાં ધર્મ-જાતિના ભેદભાવ ખતમ કરવાની પ્રક્રિયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

 શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, કોલેજોમાં ધર્મ-જાતિના ભેદભાવ ખતમ કરવાની પ્રક્રિયા

Editor
Last updated: 2026/01/16 at 4:53 PM
3 weeks ago
Share
 શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, કોલેજોમાં ધર્મ-જાતિના ભેદભાવ ખતમ કરવાની પ્રક્રિયા
SHARE

 શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, કોલેજોમાં ધર્મ-જાતિના ભેદભાવ ખતમ કરવાની પ્રક્રિયા

 વિદ્યાર્થીઓ દ્વારા સમાનતા લાવવા ઇકવલ અપોર્ચ્યુનિટી સેલની રચના કરવા UGCનો આદેશ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) દ્વારા દરેક યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ વચ્ચે એકરૂપતા, સમાનતા જળવાઇ રહે અને દરેકને સમાન તક મળે તે માટે ખાસ સમતા સેલ એટલે કે ઇકવલ અપોર્ચ્યુનિટી સેલ રચના કરવાની તાકીદ કરવામાં આવી છે. જેના માધ્યમથી કોઇપણ વિદ્યાર્થી સાથે ધર્મ, નસ્લ, જાતિ, લિંગ કે જન્મ સ્થાનના આધારે કોઇ ભેદભાવ ન થાય તેની તકેદારી રાખવામાં આવશે.

યુજીસી દ્વારા તાજેતરમાં દરેક યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સમાન તક મળે કોઇપણ વિદ્યાર્થીની ઉપેક્ષા ન થાય, ધર્મ, નસ્લ, જાતિ, લિંગ કે જન્મસ્થાનના આધારે કોઇપણ વિદ્યાર્થી સાથે ભેદભાવ કરવામાં ન આવે અને દિવ્યાંગ વિદ્યાર્થી સાથે પણ કોઇપણ પ્રકારનો ભેદ રાખવામાં ન આવે તે માટે ખાસ ઇકવલ અપોર્ચ્યુનિટી સેલ એટલે કે સમતા સેલ બનાવવાની તાકીદ કરવામાં આવી છે. આ સેલમાં યુનિવર્સિટીના કુલપતિ ઉપરાંત કોણ સભ્યો રહેશે તેની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. કોઇપણ વ્યક્તિ કે વિદ્યાર્થી સાથે કોઇ ભેદભાવ થતો હોય તો ઓનલાઇન પોર્ટલ પર, લેખિતમાં સમતા સેલ સમક્ષ ફરિયાદ કે રજૂઆત કરી શકશે.

ઇ-મેઇલથી પણ ફરિયાદ કરી શકશે. સેલ દ્વારા જે તે વિદ્યાર્થીની ઓળખ ગોપનીય રાખવામાં આવશે. પીડિત વ્યક્તિ ઇચ્છે તો સમગ્ર ફરિયાદ પોર્ટલ કે હેલ્પલાઇન પર જ આપી શકશે. ઘટનાની ગંભીરતા સમજીને સેલ દ્વારા પોલીસ ફરિયાદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. સેલ પાસે ફરિયાદ આવ્યા બાદ 24 કલાકમાં બેઠક યોજવામાં આવશે. સમતા સમિતિ 15 દિવસની અંદર પોતાનો અહેવાલ સંસ્થાના પ્રમુખને સુપ્રત કરશે. સમતા સેલ દ્વારા આ અહેવાલની કોપી પીડિત વ્યક્તિને પણ સોંપવામાં આવશે. સેલના પ્રમુખ દ્વારા 7 દિવસમાં કાર્યવાહી શરૂ કરવામાં આવશે. દંડ કે પોલીસ સંબંધી મામલો હોય તો તાકીદે જાણ કરવામાં આવશે. સમતા સેલમાં પ્રમુખ વિરુદ્ધ પણ ફરિયાદ હોય તો કરી શકાશે. સમતા સેલમાં આપવામાં આવેલા ચુકાદાથી સંતોષ ન હોય તો પીડિત વ્યક્તિ 30 દિવસની અંદર લોકપાલ સમક્ષ અપીલ કરી શકશે. લોકપાલ દ્વારા 30 દિવસમાં જે તે ફરિયાદનો નિકાલ કરવાનો રહેશે. યુજીસી દ્વારા પણ આ તમામ કાર્યવાહી યોગ્ય રીતે થઇ રહી છે કે નહીં તેની દેખરેખ માટે એક કમિટી રાખવામાં આવશે. કોઇ શૈક્ષણિક સંસ્થા કે યુનિવર્સિટી યુજીસીના આ નિયમ કે આદેશનું પાલન ન કરે તો યુજીસીની યોજનાઓમાંથી ભાગ લેતાં રોકવામાં આવશે. આ ઉપરાંત ડિગ્રી કાર્યક્રમ ચલાવવાની મનાઇ પણ કરવામાં આવશે. આ ઉપરાંત ઓનલાઇન પ્રોગ્રામ ચલાવવાની મંજૂરી આપી હોય તો પરત ખેંચવામાં આવશે.આ ઉપરાંત જરૂર પડે જે તે યુનિવર્સિટી કે સંસ્થાની માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવાની પણ ચીમકી આપવામાં આવી છે.

You Might Also Like

આશ્રમ જ તેમના જીવનનો આશ્રય હતો..બા, તમે શા માટે? ?

મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના– ભારતી એચ. દવે

જમનાબાએ રણકતા અવાજે પોતાની કથની કહી જમનાબા આવું કેમ કરે?

 ઉપલેટમાં ભાજપના સન્માન સમારોહમાં આંતરિક જુથવાદ ચરમસીમાએ પહોચ્યો

જેતપુર ટેકસટાઇલ માર્કેટમાં સ્માર્ટ મીટર લગાવવાના વિરોધમાં વેપારીઓનો હલ્લાબોલપીજીવીસીએલ કચેરીએ આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધ્રાંગધ્રાના ચુલી ગામે ટ્રકમાં બનાવેલ ચોરખાનામાંથી એક કરોડનો દારૂ પકડાયો
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના ચુલી ગામે ટ્રકમાં બનાવેલ ચોરખાનામાંથી એક કરોડનો દારૂ પકડાયો

Editor By Editor 7 days ago
યાજ્ઞિક રોડ પર માલાબર ગોલ્ડ શો રૂમમાં 4.72 લાખના દાગીનાની ચોરી
‘હાજી રમકડું’ને ૨૬મીએ પદ્મશ્રીથી નવાજયા, બે દિ’ બાદ મતદારમાંથી નામ કમી કરવા અરજી
રાજકોટમાં ૨૨મી ફેબ્રુઆરીથી ઓપન ગુજરાત ડે-નાઇટ ફૂટબોલ ટુર્નામેન્ટ
 સરકારનો નિર્ણય : ગુજરાતમાં સહકારી મંડળીઓની ચૂંટણી ૬ મહિના માટે સ્થગિત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?