By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સટ્ટાકિંગ અમિત મજેઠિયા આણી મંડળીના 35 બોગસ ખાતામાં 1,200 કરોડનું ટ્રાન્ઝેક્શન !
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સટ્ટાકિંગ અમિત મજેઠિયા આણી મંડળીના 35 બોગસ ખાતામાં 1,200 કરોડનું ટ્રાન્ઝેક્શન !

agragujaratnews
Last updated: 2024/01/24 at 11:58 AM
2 years ago
Share
સટ્ટાકિંગ અમિત મજેઠિયા આણી મંડળીના 35 બોગસ ખાતામાં 1,200 કરોડનું ટ્રાન્ઝેક્શન !
SHARE

  • ક્રિકેટ સટ્ટા અને ઓનલાઇન ગેમની બ્લેકમની રેકેટનો સીઆઈડી ક્રાઇમે પર્દાફાશ કર્યો
  • લોન લેવા માગતા લોકોના નામે ફોરેન ટ્રેડના એકસ્પોર્ટ અને ઇમ્પોર્ટના લાઇસન્સથી બોગસ કંપનીઓ બનાવી
  • કમિશન અને લોનની લાલચ આપી જરૂરિયાતમંદ લોકોના ડોક્યુમેન્ટ મેળવી લેવામાં આવતા હતા

CID ક્રાઈમે ક્રિકેટ સટ્ટા કિંગ અમિત મજેઠિયા આણી મંડળીએ 1,200 કરોડનું કાળું નાણાંની બોગસ એકાઉન્ટોમાં હેરાફેરી કર્યાનો ઘટસ્ફોટ કરી અમિત મજેઠિયા સહિત સાત આરોપી વિરુદ્ધ સોમવારે સાંજે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તપાસમાં ખુલેલી વિગતો મુજબ આરોપીઓ લોન કે પૈસાની જરૂરિયાતવાળા લોકોને લોન અપાવવાની કે ખાતામાં સહાયની રકમ જમા થશે તેવી લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલાવવા માટે ડોક્યુમેન્ટ લેતા હતા. જે તે વ્યક્તિના નામનું બેંક એકાઉન્ટ ખોલાવી આરોપીઓ તેને અમુક રકમ આપ્યા બાદ તેની જાણ બહાર આ બેંક એકાઉન્ટ પર કંપનીનું લાઈસન્સ જેમાં ટ્રેડિંગ કંપની, એક્સપોર્ટ-ઈમ્પોર્ટ કંપની વગેરેના લાઇસન્સ મેળવી બોગસ કંપનીઓ બનાવતા. કંપનીના નામે બોગસ ખાતા ખોલાવી તેમાં કરોડોના વ્યવહારો કરતા હતા. આમ ટૂંકા ગાળામાં આ ખાતાઓમાં 1,200 કરોડથી વધુની હેરાફેરી કરી નાંખી હતી. સીઆઇડી ક્રાઇમને મળેલી ગુપ્ત અરજીમાં ત્રણ બેંક એકાઉન્ટની વિગતો આપી રજૂઆત કરવામાં આવી હતી કે, આ ખાતાઓમાં કાળા નાણાંની હેરાફેરી થઈ રહી છે. જેના આધારે તપાસ કરી પોલીસે આવા 35 જેટલા બેંક એકાઉન્ટ શોધી કાઢયા બાદ સ્પષ્ટ થયું કે, આ રેકેટમાં ક્રિકેટ સટ્ટા રેકેટના સૂત્રધાર અમિત મજેઠીયા આણી મંડળીનો હાથ છે.

સીઆઈડી ક્રાઈમે બોડકદેવના મારુતિ સેલેડ્રોન ખાતે રહેતા અને હાલ વિદેશ ભાગી ગયેલા અમિત મનસુખ મજેઠિયા, ન્યૂ દિલ્હીના ઓમશંકર તિવારી, મૂળ જૂનાગઢના મનોરંજન કમ્પાઉન્ડમાં રહેતા અને હાલ થલતેજ કોલમ્બિયા હોસ્પિટલ પાસે લા અબિટેટ ફ્લેટમાં રહેતા ભાવેશ ગોપાલભાઈ સચાણીયા અને અશ્વિન મનસુખભાઈ સચાણીયા, બાલાસીનોરના લાટ ગામે ભાથલા ખાતે રહેતાં ધનંજય પ્રવિણભાઈ પટેલ, અમદાવાદનો વિક્કી અને કાંકરેજ તાલુકાના થરા ગામે કર્ણાવતી સોસાયટીમાં ભાવેશ ભુરાભાઈ જોશી વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. સીઆઈડી ક્રાઈમ પાસે આવેલી ગુપ્ત અરજીમાં ઇન્ડસઇન્ડ બેંકમાં હેમંત ટ્રેડિંગ નામે બેંક એકાઉન્ટ જે હેમંતકુમાર સિકરવાલની કંપની, આઈડીએફસી બેંકમાં શિવમ દિનેશભાઈ રાવલની કંપની શિવમ ટ્રેડિંગ નામનું ખાતું અને વાઘેલા ખોનાજી ગોકાજીના નામે ઈન્ડસઈન્ડ બેંકનું ખાતુ છે. આ ત્રણ બેંક ખાતાઓનો ક્રિકેટ સટ્ટા બેટિંગના નાણાંની હેરાફેરી થતી હોવાની વિગતો મળી હતી. આ એકાઉન્ટમાં થયેલા ટ્રાન્ઝેકશન આધારે પોલીસને 35 જેટલા બોગસ એકાઉન્ટો મળી આવ્યા હતા. આ બેંક એકાઉન્ટોમાં 1,200 કરોડની હેરાફેરી થયાનું ખૂલ્યું હતું. આ ખાતાઓમાં અંદાજે 600 કરોડ જમા થયાની વિગતો ખુલી હતી.

સ્વીગીના પૂર્વ ફિલ્ડ મેનેજરે સ્વીગી બોયના ડોક્યુમેન્ટ પર એકાઉન્ટ ખોલાવ્યું

હેમંત ટ્રેડિંગ નામના એકાઉન્ટ અંગે તપાસ કરતા ઠક્કરબાપાનગર ખાતે રહેતા હેમરાજ છીતરમલજી સિકરવાલ નામે કંપની એકાઉન્ટ ખૂલ્યું હતું. પોલીસે હેમરાજની પૂછપરછ કરતા તેણે સ્વીગીમાં પોતે ફૂડ ડિલીવરી બોય તરીકે નોકરી કરે છે. અગાઉ ફીલ્ડ મેનેજર ધનંજય પટેલે હેમરાજના ડોક્યુમેન્ટ પર હેમંત ટ્રેડિંગ કંપની ખોલી બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ એકાઉન્ટ પેટે તે હેમરાજને માસીક દસ થી બાર હજારનું કમિશન આપતો હતો.

લોન માટે ડોક્યુમેન્ટ લઈ વિક્કીએ કંપની બનાવી એકાઉન્ટ ખોલી નાંખ્યું

શિવમ ટ્રેડિંગ નામનું કરન્ટ ખાતુ શિવમ દિનેશભાઈ રાવળના નામે ખૂલ્યું તેની પૂછપરછ કરતા ઘટસ્ફોટ થયો કે, ન્યૂઝ પેપરમાં જાહેરાત વાંચી પોતે દિલ્હી દરવાજા ખાતે વિક્કી નામના શખ્સ પાસે લોનના કામથી ગયો હતો. વિક્કીને લોન લેવા માટે આધારકાર્ડ, પાન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ આપ્યા હતા. આ ડોક્યુમેન્ટ ઉપર વિક્કીએ શિવમ ટ્રેડિંગ કંપની બનાવી દીધી હતી.

માધુપુરામાંથી ઝડપાયેલા બાર હજાર કરોડના સટ્ટા રેકેટમાં પણ અમિત અને મહાદેવ બુકના સંચાલકો વોન્ટેડ

માધુપુરામાંથી પીસીબીની ટીમે દરોડા પાડીને ડબ્બા ટ્રેડિંગ તેમજ ઓનલાઇન ક્રિકેટ સટ્ટા રેકેટના નાણાંની બોગસ બેંક એકાઉન્ટોમાં થતી હેરાફેરી ઝડપી 12 હજાર કરોડથી વધુના ટ્રાન્ઝેકશનો થયાનો દાવો કર્યો હતો. જો કે, આ કેસની તપાસમાં એસઆઈટીની રચના થયા બાદ આક્ષેપો થતા કેસ એસએમસીને તપાસ માટે સોંપવામાં આવ્યો હતો. એસએમસીની તપાસમાં હાલમાં અમિત મજેઠિયા દુબઈમાં હોવાનું સ્પષ્ટ થયું હતું. દુબઈથી ડિપોર્ટ કરવાની પ્રોસિજર ચાલી રહી હતી. દરમિયાન તે ભૂર્ગભમાં ઉતરી જતા હાથમાં આવ્યો ન હતો. તે અન્ય દેશમાં ભાગી ગયાની શંકા છે. આ કેસમાં મહાદેવ બુકના સંચાલકો પણ વોન્ટેડ હોવાની વિગતો મળી છે.

બેંકમાં ખાતુ ખોલાવશો તો લોનના 3 હજાર મળશે તેમ કહી છેતર્યા

કાંકરેજના ખોનાજી ગોકાજીને આરોપી ભાવેશે ખાતુ ખોલાવશો તો લોન પેટે ત્રણ હજાર રૂપિયા મળશે તેવી લાલચ આપી ડોક્યુમેન્ટ લઈ બેંક ખાતુ ખોલાવ્યું હતું. આ ખાતાઓમાં ખોનાજી ગોકાજીની જાણ બહાર ક્રિકેટ સટ્ટાના સોદા કરતા હતા.

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો
ગોંડલ

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

Editor By Editor 2 days ago
ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા
કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો
મહિકાના પાટીયા પાસે જમવાનું પાર્સલ લઇ ઘરે જતાં યુવાનને કાળ આંબ્યો
 રેસકોર્ષ ગ્રાઉન્ડમાં અગ્નિવીર ભરતીની દોડમાં પડી જતાં યુવાનનો પગ માંગ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?