રાત્રિના સમયે હિંસક પ્રાણીઓનો ભય રહેતો હતો
અમરેલી જિલ્લામાં અગાઉ મોટાભાગના ખેડૂતોને રાત્રિ સમયે ખેતી માટે વીજ પુરવઠો મળતો હતો. જેના લીધે રાત્રિના સમયે સિંચાઈ કરવામાં રાત ઉજાગરા કરવા પડતા હતા.
અમરેલી જિલ્લો ગીર ભૂમિ હોવાથી જંગલી પ્રાણીઓનો પણ ભય રહેતો, રાત્રિના સમયે ક્યારો ફૂટી જાય તો બેટરીના અજવાસમાં તેને બાધવાની સમસ્યા પણ થતી. તેમજ આરોગ્ય પર પડતા પ્રભાવ જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવાનું શરૂ કરાયું છે. વર્ષ 2026 માં અમરેલી જિલ્લાના ખેડૂતોને હવે નિયમિત દિવસના સમયે વીજ પુરવઠો અપાશે. અમરેલી પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના 602 ગામના 1,27,889 ખેડૂતોને વીજ પુરવઠો દિવસ દરમિયાન મળી રહ્યો છે.
અમરેલીના ખેડૂત અરવિંદભાઈ પોકળેકહે છે હાલ મારે 7 વીઘા જમીનમાં ઘઉછે. શહેરની ભાગોળે આવેલી જમીનમાંહું દિવસે પાણી વાળી શકું છું. દિવસેવીજળી હોવાથી પાણીનો બગાડ પણથતો નથી અને ક્યારો ફૂટે તો નરી આંખે જોઈ શકાય છે.
આ યોજના ખેડૂતો માટે આશિર્વાદ સમાન છે. દિવસે વીજળી મળવાથી ખેડૂતોના ખેતી ખર્ચમાં પણઘટાડો થયો છે. ડીઝલ પંપ કે અન્યવૈકલ્પિક સાધનો પર થતો ખર્ચ હવેબચી રહ્યો છે. સાથે જ ખેતી યંત્રોનોયોગ્ય અને સમયસર ઉપયોગ શક્યબન્યો છે.
અમરેલી જિલ્લાના ખેડૂતો વર્ષોથીદિવસના સમયે વીજળીની માંગ કરીરહ્યા હતા. ખાસ કરીને ગીરકાંઠાનોસિંહ દીપડાના વસવાટ વાળો વિસ્તારહોય રાત્રિના સમયે ખેડૂતો પર જોખમરહેતું હોય દિવસના સમયે વીજળી મળેતો આ જોખમ પણ નિવારી શકાય તેમહોય સરકારે અહીં દિવસે વીજળી શરૂકરી છે. વર્ષ 2026માં ખેડૂતો દિવસની વીજળીનો ભરપૂર લાભ લઇ શકશે.
એક માસમાં ત્રણ બાળકો સિંહ દીપડાના હુમલાનો ભોગ બન્યા:
ગીરના સિંહો સૌથી વધુ અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસે છે અને દીપડાની વસ્તી પણ ખૂબ જ વધી છે. છેલ્લા એક માસમાં અમરેલી જિલ્લામાં સિંહ દીપડાએ ખેત મજૂરના ત્રણ બાળકોને ફાડી ખાધા છે. સિંહ દીપડાના હુમલાની આવી ઘટનાઓ નિવારવા માટે પણ દિવસે વીજળી જરૂરી છે.
“ખેડૂતે કહ્યું, રાતના ઉજાગરા હવે બંધ થયા”
હું 20 વીઘા જમીનમાં ખેતી કરું છું. ખેતીકામ શરૂ કર્યું ત્યારથી જમીનમાં રાત્રે જ પાણી વાળ્યું હતું. દિવસે કૃષિ કનેક્શનોમાં અવિરત વીજળી ન મળવાના કારણે રાત્રિના ખેતરમાં ઉજાગરા કરી અને પરિશ્રમ કરવો પડતો હતો. હવે વર્ષોથી ચાલતી સમસ્યાનો અંત આવ્યો છે. દિવસે વીજળી મળવા લાગી છે. શિયાળુ પાક સારી રીતે લઈ શકાશે.” તેમ અમરેલી તાલુકાના પીઠવાજાળના ખેડૂત જગદીશભાઇ દૂધાતે જણાવ્યું હતું.


