છેલ્લા પાંચ વર્ષનો ચોંકાવનારો સતાવાર આંકડો : ગુજરાતના ૬ લાખ લોકોનું ભાવી પેપરલીકમાં રોળાયુ છે
સ્પર્ધાત્મક પરીક્ષાના પીપરલીક કાંડે માત્ર ગુજરાત જ નહીં પણ છેલ્લા ૫ વર્ષમાં દેશના ૧૫ રાજ્યોની અંદર ૧ કરોડ ૪૦ લાખ બેરોજગાર શિક્ષીત યુવાનોની જીંદગી રોળી નાંખી હોવાનો એક સતાવાર ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. જેમા ગુજરાતના ૬ લાખ શિક્ષિત બેરોજગારો પણ પેપરકાંડનો ભોગ બનેલા છે.
છેલ્લા પાંચ વર્ષમાં પરીક્ષાના પેપર લીક થવાના કિસ્સાઓ પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે આખો દેશ આ રોગથી પીડિત છે. ઉત્તરમાં જમ્મુ અને કાશ્મીરથી લઈને દક્ષિણમાં કર્ણાટક અને તેલંગાણા, પૂર્વમાં આસામથી કર્ણાટક અને પશ્ચિમમા મહારાષ્ટ્ર સુધી તેમજ દેશ આખામાં જેને વિકાસના રોલ મોડલ તરીકે ઉપસાવવામા આવ્યુ છે તેવા ગુજરાત સહિત દેશના ૧૫ રાજ્યમાં સ્પર્ધાત્મક પરિક્ષાના પેપરલીક કાંડની આગે દઝાળી છે.
છેલ્લા પાંચ વર્ષમાં, દેશભરના ૧૫ રાજ્યોમાં લગભગ ૧ કરોડ ૪૦ લાખ અરજદારોની કારકિર્દી આ પેપાલ લીક કેસનો શિકાર બની છે. ઘણા કિસ્સાઓમાં, આ ઉમેદવારોની રાહ બે થી ત્રણ વર્ષથી વધુ હતી. ઘણા કિસ્સામાં આ રાહ બે વર્ષ પછી પણ ચાલુ છે. તમામ રાજ્યોમાં પેપર લીક થવાની પદ્ધતિઓ અલગ-અલગ રહી છે. આસામમાં પરીક્ષા શરૂ થયાની થોડી મિનિટોમાં જ પ્રશ્ન પત્ર વોટ્સએપ પર વાયરલ થઈ ગયું હતું. તે જ સમયે, રાજસ્થાનમાં, રાજ્યના એક કર્મચારીએ કથિત રીતે સરકારી ઓફિસમાંથી કાગળની ચોરી કરી હતી. મધ્યપ્રદેશ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી મુંબઈમાં પરીક્ષાનું સંચાલન કરતી ખાનગી કંપનીના સર્વરને હેક કરવામાં સફળ રહ્યો હતો, જ્યારે મહારાષ્ટ્રમાં એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર પેપર લીકનો દાવો કરતા પોલીસનો સંપર્ક કર્યો હતો.
જવાબદારી ખૂટે છેઃ ઘણા કેસોમાં માત્ર તપાસ ચાલુ છેઃ તેલંગાણા સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા એકાઉન્ટ ઓફિસર અને આસિસ્ટન્ટ એક્ઝિકયુટિવ ઓફિસર માટે જાન્યુઆરી અને ફેબ્રુઆરી ૨૦૨૩માં લેવામાં આવેલી ત્રણ રદ કરાયેલી પરીક્ષાઓમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પેપર રદ થવાથી ૨.૫ લાખ ઉમેદવારોને અસર થઈ હતી. આ ઉપરાંત, ડિસેમ્બર ૨૦૨૩માં તેલંગાણા વિધાનસભા ચૂંટણીને કારણે પુનઃપરીક્ષા પણ રદ કરવામાં આવી હતી. હાલમાં ઉમેદવારો પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે.
હરિયાણામાં, ગયા વર્ષે ૧૫ જાન્યુઆરીએ, રાજ્ય જાહેર સેવા આયોગ દ્વારા પેપર લીકની શંકાના આધારે ૩૮૩ પશુચિકિત્સકોની ભરતી પરીક્ષા રદ કરવામાં આવી હતી. હાલમાં, આ મામલામાં કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી અને ન તો પરીક્ષા ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે.
ગુજરાતમાં નવેમ્બર ૨૦૧૯માં ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની લગભગ ૪,૦૦૦ જગ્યાઓ માટે લગભગ ૬ લાખ ઉમેદવારોએ ભરતી પરીક્ષા આપી હતી. પરીક્ષા રદ થયા પછી, રાહ બે વર્ષથી વધુ સમય સુધી ચાલી. ગુજરાત સબઓર્ડિનેટ સ્ટાફ સિલેક્શન બોર્ડે એપ્રિલ ૨૦૨૨માં પુનઃપરીક્ષા હાથ ધરી હતી.


