- મનીષ સોલંકીને આપઘાત કરવા મજબૂર કરાયો હતો
- આરોપી ઇન્દ્રપાલ પુર્ણરામ શર્માની તબીયત લથડી હતી
- આરોપીનું સિવિલ હોસ્પિટલ મેડિકલ પરીક્ષણ કરાયું
સુરતમાં સાત લોકોના સામુહિક મોત મામલે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં મનીષ સોલંકીને આપઘાત કરવા મજબૂર કરાયો હતો. તેમાં મનીષના ભાગીદાર ઇન્દ્રપાલ શર્માની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ઇન્દ્રપાલ પુર્ણરામ શર્માની તબીયત લથડી હતી. તેથી આરોપીનું સિવિલ હોસ્પિટલ મેડિકલ પરીક્ષણ કરાયું છે.
છાતીમાં દુખવાની આરોપીએ ફરિયાદ કરી
છાતીમાં દુખવાની આરોપીએ ફરિયાદ કરી હતી. તએથી CMO નિશા ચંદ્રા દ્વારા મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. રિપોર્ટ નોર્મલ આવતા પ્રથમિક સારવાર આપવામાં આવી હતી. હાલ આરોપી ઇન્દ્રપાલ પુર્ણરામ શર્મા પોલીસ સ્ટેશનમાં છે. જેમાં અડાજણ પોલીસ અને SITની ટીમને આરોપીને ઝડપવામાં સફળતા મળી છે. તાજેતરમાં પાલનપુર પાટિયા વિસ્તારના નૂતન રો હાઉસ પાસે એપાર્ટમેન્ટમાં આ ઘટના બની હતી.
મનીષ સોલંકીએ ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરેલી
સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના સાત લોકોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં 3 બાળકોનો પણ હતા. માહિતી મુજબ આ ઘટના મનીષ સોલંકીના પરિવાર સાથે બની હતી. મનીષ સોલંકીની 28 ઓક્ટોબર 2023 ના રોજ ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરેલી લાશ મળી હતી. જયારે 3 બાળકો સહીત પરિવારના અન્ય 6 લોકો ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. અનુમાન લગાવાઈ રહ્યું છે કે મનીષે તેના પરિવારના 6 સભ્યોને ઝેરી દવા આપી હત્યા કરી નાખ્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી નાખી હોય તેમ શંકા છે.
મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ
મૃતદેહને પોસ્ટમોટર્મ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જેમાં મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે. પોલીસે પાડોશીઓની પૂછપરછના આધારે પણ ઘટના પાછળનું મૂળ કારણ જણવા કવાયત શરૂ કરી છે. બનાવસ સંદ્દર્ભે સુરત પોલીસ તરફથી તપાસ આગળ વધારાઈ છે. પોલીસ આ મામલે મનીષ સોલંકીએ 6 લોકોની હત્યા કરી આત્મહત્યા કરી છે તે અંગે કે સામુહિક આપઘાત અંગે પોલીસ ચોપડે નોંધ કરી તપાસ આગળ વધારી છે. જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.


