- ખાંભાના જામકા ગામ નજીક સર્જાયો અકસ્માત
- સ્કુટર અને છકડા રીક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત
- ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
રાજ્યના વિવિધ ભાગોમાં અકસ્માતની ઘટના સતત વધી રહી છે. આ વચ્ચે અમરેલી જિલ્લામાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ખાંભાના જામકા ગામ નજીક છકડા – સ્કુટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 1 વ્યક્તિનું મોત અને 8 લોકો ઘાયલ થયા હતા.
આ અંગેની માહિતી અનુસાર, આજે અમરેલીના ખાંભાના જામકા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં છકડા – સ્કુટર વચ્ચે સામ સામે ટક્કર થઈ હતી. આ દરમિયાન સ્કુટર પર સવાર વિદ્યાર્થીનું રાજુલામાં હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત થયું હતું અને એક વિદ્યાર્થીની હાલત ગંભીર છે.
અકસ્માતમાં ઇજાગ્રસ્તોને રાજુલા, નાગેશ્રી, ખાંભાની 108 મારફતે રાજુલા જનરલ હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે. અન્ય વિધાર્થી તેમજ મહિલાને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ શાળાએ થી ઘર તરફ અને છકડો રીક્ષા જામકા તરફ જઇ રહી હતી તે દરમિયાન ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.
આ પછી ઈજાગ્રસ્ત લોકોને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. અકસ્માતનું મુખ્ય કારણ ઓવર સ્પીડિંગ, હેલમેટ ન પહેરવું હતું. નોંધનીય છેકે અમરેલી જિલ્લામાં 2023માં અકસ્માતની 135 ઘટના નોંધાઈ હતી.


