વેસ્ટ બેંકમાં 10 ભારતીય શ્રમિકોનો બંધક બનાવવામાં આવ્યા હતા. ઇઝરાયલે આ શ્રમિકોને વેસ્ટ બેંક પાસેથી મુક્ત કરાવ્યા હતા. આ શ્રમિકો એક ગામમાં બંધક બનાવવામાં આવ્યા હતા. ફિલિસ્તાનીઓએ આ શ્રમિકોને કામ આપવાની લાલચ આપી હતી. પરંતુ બાદમાં તેમને કેદ કરવામાં આવ્યા હતા. મુક્ત કરાવ્યા બાદ શ્રમિકોએ જણાવ્યુ હતુ કે, ફિલિસ્તાનીઓએ તેમના પાસપોર્ટ પણ જપ્ત કર્યા છે.
16 હજાર ભારતીય શ્રમિકો પહોંચ્યા હતા ઇઝરાયલ
ઇઝરાયેલના ઇમીગ્રેશ ઓથોરિટી મુજબ, વેસ્ટ બેંકમાં બંધક બનાવવામાં આવેલા 10 ભારતીય શ્રમિકોને બચાવવામાં આવ્યા છે. ફિલિસ્તાનીઓએ તેમને કામની ઓફર કરી હતી. અને તેમના પાસપોર્ટ પણ જપ્ત કર્યા હતા. ત્યાર બાદ તેમને એક ગામમાં કેદ કરવામાં આવ્યા હતા. આ બધાની શરૂઆત ત્યારે થઇ જ્યારે 7 ઓક્ટબર 2023માં જ્યારે હમાસના હુમલા બાદ હજારો ફિલિસ્તાની શ્રમિકોને ઇઝરાયેલમાં જતા રોકવામાં આવ્યા હતા. ત્યારે ઇઝરાયેલમાં શ્રમિકોની કમી દુર જોવા મળી હતી. ઇઝરાયેલમાં કંસ્ટ્રક્શન સેક્ટરમાં શ્રમિકોની કમી દુર કરવા માટે વર્ષ 2024માં 16 હજાર ભારતીય શ્રમિકો અહીં આવ્યા હતા.
અભિયાન હેઠળ બચાવાયા શ્રમિકો
ઇઝરાયેલના ઇમિગ્રેશન ઓથોરિટીએ જણાવ્યુ હતુ કે, આઇડીએફ અને ન્યાય મંત્રાલય તરફથી સંયુક્તરૂપથી સુરક્ષા દળોનું અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. આ અભિયાન હેઠળ ભારતીય શ્રમિકોને બચાવવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, મુક્ત કરાયેલા શ્રમિકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. અને સાથે જ તેમને તેમના પાસપોર્ટ પણ આપવામાં આવ્યા છે. અને ટૂંક સમયમાં ઇઝરાયેલમાં આ ભારતીય શ્રમિકોને કામ આપવા બાબતે પણ વ્યવસ્થા કરવામાં આવશે.


