- રૂપિયા 25 લાખમાં ફલેટનો સોદો નક્કી થયો હતો
- ફ્લેટ બાબતે વાત કરી તો તેઓ કાગળીયા આપવા તૈયાર ન હતા
- 10 લાખ પેહલા એન બાકીના પૈસા 4 મહિના બાદ ચૂકવવાનો વાયદો
પરિમલ ગાર્ડન પાસે રહેતા પીયૂષ શાહ જમીન લે-વેચનો ધંધો કરે છે અને ધોલેરામાં અરહમ એકઝોટિકા નામનો પ્લોટિંગ પ્રોજેકટ ચલાવે છે. જેમાં ગત ફેબ્રુઆરીએ તેમના મિત્ર જીગ્નેશભાઈએ પીયૂષભાઈને બોલાવી જમીન દલાલીનું કામ કરતા પરિક્ષિતભાઈ સાથે મુલાકાત કરાવી હતી. તે સમયે પરિક્ષિતે કહ્યુ કે મારે પૈસાની જરૂર છે અને મારો સુરતમાં એક ફ્લેટ છે જે રૂ.25 લાખમાં વેચવાનો છે. જેથી પીયૂષભાઈ ફ્લેટ ખરીદવા તૈયાર થઈ ગયા હતા અને પરિક્ષિતે રૂ.10 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી અને બાકીના રૂપિયા ચાર મહિનામાં આપવાનું નક્કી કરાયું હતું. તે બાદ વેચાણ દસ્તાવેજ કરી આપવાનું જણાવ્યુ હતુ. જેથી પીયૂષભાઈએ ફ્લેટ ખરીદવા માટે રૂ.10 લાખ પરિક્ષીતને આપ્યા હતા. પરંતુ પરિક્ષીત અને તેના ભાઈ પરેશને ફ્લેટ બાબતે અને કાગળીયા બાબતે પિયુષભાઈએ વાત કરી તો તેઓ આપવા તૈયાર ન હતા.
જેથી પીયૂષભાઈએ આપેલા રૂ.10 લાખ પરત માંગ્યા ત્યારે આ બન્ને ભાઈઓ પૈસા પરત આપવા માટે ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. જેથી પોતાની સાથે છેતરિપંડી થયાનું જણાતા આ અંગે પીયૂષભાઇએ બંને ભાઇઓ પરિક્ષીત ઘેલાણી અને પરેશ ઘેલાણી સામે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


