By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મ્યુનિ.ની 10 પ્લોટ ઈ-ઓક્શનથી વેચવા કવાયત, રૂ.1,500 કરોડ એકત્રિત કરાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

મ્યુનિ.ની 10 પ્લોટ ઈ-ઓક્શનથી વેચવા કવાયત, રૂ.1,500 કરોડ એકત્રિત કરાશે

agragujaratnews
Last updated: 2024/02/22 at 12:00 PM
2 years ago
Share
મ્યુનિ.ની 10 પ્લોટ ઈ-ઓક્શનથી વેચવા કવાયત, રૂ.1,500 કરોડ એકત્રિત કરાશે
SHARE

  • ચાંદખેડામાં પ્લોટના અંદાજે 550 કરોડ મળવાની ધારણા
  • થલતેજના પ્લોટની સૌથી વધુ ચો.મી. દીઠ રૂ. 2,78,000ની કિંમત આંકવામાં આવી
  • ચાંદખેડાના પ્લોટનું સૌથી વધુ 66,168 ક્ષેત્રફળ, દુબઈની અગ્રણી કંપનીને વધુ રસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં 10 પ્લોટની ઈ-ઓક્શનથી હરાજી કરવા માટે કવાયત હાથ ધરી છે અને આ પ્લોટ હરાજીથી વેચાણ મારફતે AMCને અંદાજે રૂ. 1,200થી રૂ. 1,500 કરોડની આવક થવાની ધારણા છે. ચાંદખેડામાં પ્લોટના વેચાણ મારફતે અંદાજે રૂ. 550 કરોડ જેટલી આવક મળવાની ધારણા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ચાંદખેડાના પ્લોટ માટે દુબઈની અગ્રણી કંપનીએ રસ દર્શાવ્યો છે. ચાંદખેડામાં રિંગરોડ પર આવેલા 66,168 ચો.મી.ના સૌથી મોટા પ્લોટનાં વેચાણમાંથી જ AMCને અંદાજે રૂ. 550 કરોડથી વધુની આવક થવાની શક્યતા છે. ચાંદખેડામાં પ્લોટ સંપાદન કર્યા પછી આંતરરાષ્ટ્રીય કક્ષાનો મોલ બનાવવાનું દુબઈની કંપનીનું આયોજન હોવાનું જાણવા મળે છે. જ્યારે બાકીનાં નવ પ્લોટનાં વેચાણ મારફતે પણ કરોડોની આવક એકત્રિત થશે. આ પ્લોટ પૈકી થલતેજમાં આવેલા પ્લોટની સૌથી વધુ ચો.મી. દીઠ રૂ. 2,78,000ની કિંમત નક્કી કરાઈ છે. જ્યારે ચાંદખેડામાં સૌથી વધુ 66,168 ચો.મી.નું ક્ષેત્રફળ ધરાવતા પ્લોટ માટે ચો.મી. દીઠ રૂ. 76,000ની કિંમત નક્કી કરાઈ છે. AMC દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં રેસીડેન્શિયલ અને કોમર્શિયલ હેતુ માટેના પ્લોટો હરાજીથી વેચવા માટેની એક દરખાસ્ત આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાશે.

અમદાવાદમાં કરોડોના ખર્ચે માળખાકીય સુવિધાઓ વિકસાવવા અને સાબરમતી રિવરફરન્ટ સહિતના વિવિધ પ્રોજેક્ટો હાથ ધરવા માટે જંગી નાણાંકીય ખર્ચને પહોંચી વળવા માટે AMC દ્વારા 10 જેટલા પ્લોટ હરાજીથી વેચવાની હિલચાલ હાથ ધરી છે અને આ હેતુસર આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થનારી દરખાસ્તને લીલીઝંડી આપવામાં આવે તેવી શક્યતા છે. AMC દ્વારા હરાજી મારફતે પ્લોટ ખરીદનારને નાણાં ચૂકવવા માટે ત્રણ મહિનાની મુદત આપવા અને વ્યાજમાં રાહત આપવાની પણ જોગવાઈ કરાઈ હોવાનું જાણવા મળે છે.

શહેરનાં વિવિધ વિસ્તારોમાં પાણી, ગટર, રોડ, લાઇટ, સ્ટોર્મ વોટર લાઇન, બાગબગીચા, લાયબ્રેરી, સિવિક સેન્ટર, ફયર સ્ટેશન વગેરે પ્રકારનાં કામો પાછળ થતાં જંગી ખર્ચને પહોંચી વળવા માટે ટીપી સ્કીમ અન્વયે પ્રાપ્ત થતાં સેલ ફેર કોમર્શિયલ અને સેલ ફેર રેસિડેન્શિયલ હેતુનાં પ્લોટ વેચાણ કરવામા આવે છે.મ્યુનિ. દ્વારા જે પ્લોટ નક્કી કરવામાં આવે તેનુ ઇ- ઓકશન કરતાં પહેલાં ઔડાની પ્રાઇસ ફ્કિસીંગ કમિટી દ્વારા તેની તળીયાની કિંમત નક્કી કરવામાં આવે છે. આ કમિટીની ઔડા ખાતે મળેલી બેઠકમાં પ્લોટ વેચાણ બાદ નાણાં ભરવા માટે 30 દિવસનો સમય આપવામાં આવે છે. તેમજ પ્લોટ લેનાર રજૂઆત કરે તો નાણાં ભરવાની મુદત વધારી આપવામાં આવે છે, પરંતુ તેની સામે 15 ટકા વાર્ષિક વ્યાજ વસુલ કરવાની જોગવાઇનાં કારણે પ્લોટ લેનાર ખચકાય છે. આવા કારણોસર મ્યુનિ.નાં પ્લોટ જલદી વેચાતા ન હોવા અંગે આ કમિટીમાં ચર્ચા-વિચારણા થઈ હતી. આ બાબતને ધ્યાનમાં લઈને આ કમિટીએ વ્યવહારૂ અભિગમ અપનાવીને લેન્ડ ડિસ્પોઝેબલ પોલીસી 2002ની જોગવાઇમાં સુધારો કરી પ્લોટ વેચાણ રાખનારને નાણાં ચૂકવવા 3 મહિનાની મુદત આપવા તેમજ ખાસ કિસ્સામાં મુદત વધારવામાં આવે તો એક ટકો માસિક વ્યાજ વસુલવા અને વધુમાં વધુ નવ મહિના સુધીની મુદત વધારી આપવાની દરખાસ્ત મંજૂર કરીને રાજ્ય સરકારને મોકલવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. ઔડાની કમિટીએ ચાંદખેડામાં બે, મોટેરામાં બે, નિકોલમાં બે, મકરબામાં બે, થલતેજમાં એક અને મુઠીયામાં એક એમ કુલ 10 પ્લોટનાં વેચાણ માટે તળીયાનાં ભાવ નક્કી કરી આપ્યા હતા.

ગિફ્ટી સિટીમાં રહેણાંકના પ્લોટનો

રૂ. 3,870 પ્રતિ ચો.વા.નો ભાવ બોલાયોતાજેતરમાં જ ગિફ્ટ સિટીમાં રહેઠાણના વપરાશ માટેના એક પ્લોટનો વિક્રમજનક ભાવે બોલી બાલાઈ હતી. 9,400 ચોરસ મીટરના પ્લોટ પર આવી રહેલા પ્લોટ માટે 14 ડેવલપરે બિડ કરેલી. જેમાં ખાસ જાણીતી ન હોય તેવી યોગી કન્સ્ટ્રક્શન કંપનીએ બિડ જીતી હતી અને તેણે ચોરસ મીટરના રૂ. 3,870ના ભાવે (6 ટકા સ્ટેમ્પ ડયુટી વધારાની) આ પ્લોટ મેળવ્યો હતો. આ પ્લોટ કંપનીને રૂ. 450 કરોડના ભાવે પડયો હતો.


You Might Also Like

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ

જામનગરમાં વોર્ડ નં.૨ના આપના ઉમેદવાર જયદિપસિંહ ઝાલાની ધરપકડ

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમદાવાદના વડાલા નજીક બાઇકને ટ્રકે હડફેટે લેતા પિતા, બે પુત્રના મોત
અમદાવાદ

અમદાવાદના વડાલા નજીક બાઇકને ટ્રકે હડફેટે લેતા પિતા, બે પુત્રના મોત

Editor By Editor 3 days ago
મવડી કણકોટ રોડ પર વહેલી સવારે કાર હડફેટે ખાનગી કંપનીના મેનેજરનું મોત
‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ
સાયબર સેલ PSIની સર્વિસ રિવોલ્વરથી અચાનક ફાયરિંગ, અધિકારી અને મહિલા મિત્ર ઘવાયા
ડીસાના આખોલ નજીક બટાકાની આડમાં ટ્રકમાંથી કરોડોનો દારૂ મળ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?