લઘુતમ વેતન,નવા મોબાઈલ આપવા, નિવૃત વય મર્યાદા સહીતના મુદ્દાઓનો સમાવેશ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ના 10,000 થી વધુ આંગણવાડી વર્કર બહેનોના વિવિધ પ્રશ્નો નો જેમ કે સરકારે વર્ષ ૨૦૧૮ થી વેતન વધારો નહીં આપતા તેમજ અન્ય પ્રશ્નો નો ઉકેલ નહીં આવતા આજથી બે દિવસની હડતાલ ઉપર ઉતર્યા છે.
સૌરાષ્ટ્ર આંગણવાડી કર્મચારી સંગઠન પ્રમુખ રંજનબેન સધાણી, મહામંત્રી સંગીતાબેન દવે, કૈલાશબેન દેગામા,અલકાબેન ભટ્ટ, ચંદ્રીકાબેન સુદાણીએ યાદીમાં જણાવાયું છે કે તા.૧૬ ના રોજ મધ્યાહન ભોજન વર્કર બે દિવસ કામકાજથી દુર રહેશે.આગણવાડી બહેનોની મુખ્ય માગણીઓ છે તેમાં આશા વર્કર બહેનોને સરકારા દ્વારા મોંઘવારીના વેતનમાં વધારો કરવામાં આવ્યો નથી તેમજ રાજય સરકાર દ્વારા નિવુતી વય મર્યાદા, પ્રમોશનના પ્રશ્નો,ગ્રેચયુટી,નવા મોબાઈલ આપવા તથા નવા ડ્રેસ આપવા અને વર્ષ ૨૦૨૨ ના રોજ થયેલ સમાધાનનો અમલ કરવા સહિતના લાંબા સમયથી લડત ચલાવવામાં આવી રહી છે.તેમ છતા પણ સરકાર દ્વારા કોઈ બેઠક યોજવામાં નહીં આવતા તેના વિરોધમાં આજથી બે દિવસનુ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત
આજના આ આંદોલનમાં રાજકોટ જિલ્લાના ૨૫૦૦ થી વધું બહેનો હડતાલમાં જોડાયા હતા. રાજકોટમાં અરવિંદ મણીયાર હોલ ખાતે સવારે ૧૦ વાગે રાજકોટ, ગોંડલ,પડધરી,જસદણ, જેતપુર,આટકોટ સહીતના તાલુકાના બહેનોનું સંમેલન મળ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
સાંસદ, ધારાસભ્યની ઓફીસે રજૂઆત કરાશે
ગુજરાતના આંગણવાડી બહેનોના વિવિધ પ્રશ્નોનો ઉકેલ નહીં ધારાસભ્યો તથા સાંસદોને અગાઈ આવેદનપત્ર આપવામાં આવેલ હતા તેમ છતા પણ ઉકેલ નહીં આવતા તા.૧૯ થી ૨૩ દરમિયાન ધારાસભ્ય અને સાંસદોની ઓફીસે જઈ ને આવેદનપત્ર આપવામાં આવશે.