By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    15 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે 100% જમીન સંપાદન પૂર્ણ, કેટલે પહોંચ્યો પ્રોજેક્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે 100% જમીન સંપાદન પૂર્ણ, કેટલે પહોંચ્યો પ્રોજેક્ટ

agragujaratnews
Last updated: 2024/01/09 at 4:55 PM
2 years ago
Share
મુંબઈ-અમદાવાદ  બુલેટ ટ્રેન માટે 100% જમીન સંપાદન પૂર્ણ, કેટલે પહોંચ્યો પ્રોજેક્ટ
SHARE

  • 6 નદીઓ પર બ્રિજની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે
  • ગુજરાતમાં બુલેટ ટ્રેનના 8 એચએસઆર સ્ટેશનનું કાર્ય પૂરું
  • વલસાડમાં 10 મહિનામાં પહેલી માઉન્ટેન ટનલનું કામ પૂર્ણ

અમદાવાદ – મુંબઈ બુલેટ ટ્રેન (હાઈ સ્પીડ કોરિડોર)નો પ્રોજેક્ટ પૂરજોશથી આગળ વધી રહ્યો છે. આ હાઈ સ્પીડ કોરિડોર માટે 100 ટકા જમીન સંપાદનનું કામ પૂરું થઇ ગયું છે. ગત વર્ષે અનેકવિધ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા હતાં અને આ વર્ષની શરૂઆતથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનનું કામ ઝડપથી થઇ રહ્યું છે. અત્યાર સુધીમાં આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું કામ કેટલે પહોંચ્યું તે જાણો.

ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ

ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિ જોઈએ તો કુલ 352 કિ.મી. વાયડક્ટ, 343 કિ.મી. પાઇલ, 294.5 કિ.મી. ફાઉન્ડેશન, 271 કિ.મી. પિયર(સ્ટેશનો સહિત), 268.5 કિ.મી. પિયર(સ્ટેશન સિવાયના), 152 કિ.મી. ગર્ડર કાસ્ટિંગ, 120.4 કિ.મી. વાયડક્ટ(ગર્ડર લોન્ચિંગ)નું કામ કરવામાં આવ્યું છે. તદુઉપરાંત નેશનલ અને સ્ટેટ હાઇવે, કેનાલો, રેલવે લાઇનો પર 20 ક્રોસિંગ છે, જેમાંથી 17 ગુજરાતમાં અને 11 મહારાષ્ટ્રમાં લોંગ સ્પેનની સ્ટીલ સ્ટ્રક્ચરથી બ્રિજ બનાવવામાં આવશે.

અશ્વિની વૈષ્ણવ, રેલ્વે મંત્રીએ ટ્ટ્વિટ X કરીને માહિતી આપી

ગુજરાતમાં બુલેટ ટ્રેન સ્ટેશન

ગુજરાતમાં વાપી, બિલીમોરા, સુરત, ભરુચ, આણંદ, વડોદરા, અમદાવાદ અને સાબરમતી આમ 8 એચએસઆર સ્ટેશનો પર નિર્માણ કાર્ય વિભિન્ન તબક્કામાં છે. આ તમામ 8 સ્ટેશનોમાં ફાઉન્ડેશનનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. વાપી સ્ટેશનમાં રેલ લેવલ સ્લેબ(200) મીટર પુરુ થઇ ચૂક્યું છે. બિલીમોરા સ્ટેશનમાં 288 મીટર રેલ લેવલ સ્લેબનું કાસ્ટિંગ થઇ ચૂક્યું છે. સુરત સ્ટેશનમાં કોનકોર્સ સ્લેબ અને રેલ લેવલ સ્લેબ(450 મીટર)નું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. પ્લેટફોર્મ લેવલ સ્લેબનું કાસ્ટિંગ શરુ થઇ ગયું છે અને 557 મીટરનું કાસ્ટિંગ થઇ ચૂક્યું છે. અમદાવાદ સ્ટેશન પર કોનકોર્સ સ્લેબ(435 મીટર) કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. સુરત ડેપોનું ફાઉન્ડેશન અને સુપર સ્ટ્રક્ચરનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. સાબરમતી ડેપોમાં ખોદકામનું કામ પૂર્ણ થયું છે અને ઓએચઇ ફાઉન્ડેશન કામ પ્રગતિમાં છે.

પહેલી માઉન્ટેન ટનલ બનાવવામાં આવી

મુંબઇ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પરિયોજના અંતર્ગત ગુજરાત અને મહારાષ્ટ્રમાં તમામ સિવિલ કોન્ટ્રાક્ટ સાઇન કરવામાં આવ્યા છે. 120.4 કિ.મી.ના ગર્ડર લોન્ચ કરવામાં આવ્યા છે અને 271 કિ.મી. પિયર કાસ્ટિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ગુજરાત, દાદરાનાગર હવેલી અને મહારાષ્ટ્રમાં 100 ટકા જમીન સંપાદન કરવામાં આવી છે. ગુજરાતમાં વલસાડમાં જારોલી ગામ પાસે 350 મીટર લાંબી અને12.6 મીટર વ્યાસની પહેલી માઉન્ટેન ટનલ બનાવવામાં આવી છે. આ ટનલ નિર્માણનું કાર્ય માત્ર 10 મહિનામાં પૂર્ણ કરીને એક અનોખી સિદ્ધિ હાસલ કરાઈ છે. આ ઉપરાંત સુરતમાં નેશનલ હાઇવે 53 પર 70 મીટર લાંબો અને 673 મેટ્રિક ટન વજનનો પહેલો સ્ટીલનો બ્રિજ બનાવવામાં આવ્યો છે. આવા 28માંથી 16 બ્રિજનું નિર્માણ અલગ-અલગ તબક્કે ચાલી રહ્યું છે.

કઈ નદીઓ પર બ્રિજ?

મુંબઇ-અમદાવાદ હાઈ સ્પીર રેલ કોરિડોર(MAHSR)માં કુલ 24 નદીઓમાં બ્રિજ બનાવવામાં આવનારા છે. જેમાંથી 6 નદીઓ પર બ્રિજની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં વલસાડ જિલ્લામાં પાર નદી, નવસારી જિલ્લામાં પૂર્ણા, મિંઘોલા અને અંબિકા નદી તથા વલસાડમાં ઓરંગા અને નવસારીમાં વેંગનિયા નદી પર બ્રિજ બનાવવામાં આવ્યા છે. અન્ય નદીઓ નર્મદા, તાપી, માહી અને સાબરમતી નદી પર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે.

સમુદ્રની અંદર રેલ ટનલનું કામ શરૂ

મુંબઇ-અમદાવાદ હાઈ સ્પીડ રેક રોકિડોર ટ્રેક સિસ્ટમ માટે પ્રથમ રિઇનફોર્સ્ડ કોંક્રિટ (આરસી) ટ્રેક બેડ લગાવવાનું કામ સુરત અને આણંદમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ જાપાનીઝ શિંકાનસેનમાં કરવામાં આવે છે. નોંધનીય છેકે, જે-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ ભારતમાં પહેલીવાર કરવામાં આવી રહ્યો છે. ટ્રેન સંચાલન દરમિયાન થનારા અવાજને ઓછો કરવા માટે વાયડક્ટની બન્ને બાજુ નોઇઝ બેરિયર્સ લગાવવામાં આવી રહ્યાં છે. ભારતની પ્રથમ 7 કિ.મી. લાંબી સમુદ્રની અંદર બનનારી રેલ ટનલનું કામ શરૂ થઇ ચૂક્યું છે. જે મહારાષ્ટ્રમાં બીકેસી અને શિલફાટા વચ્ચે 21 કિ.મી. લાંબી ટનલનો એક ભાગ છે. મહારાષ્ટ્રમાં એચએસઆર સ્ટેશનનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે.

જીયોટેકનું કામ ચાલુ

મહારાષ્ટ્રમાં મુંબઇ એચએસઆર સ્ટેશન માટે કામ શરૂ થયું છે. 99% સેકન્ટ થાંભળાઓનું કાર્ય પૂર્ણ થયું છે. 104,421 કમ ખોદકામ કરવામાં આવ્યું છે. એન્કર ફિક્સિંગનું કામ શરૂ થઈ ગયું છે જે બીજા સ્તર માટે ખોદકામની સુવિધા આપશે. મહારાષ્ટ્રમાં 3 સ્ટેશનો (બોઇસર, વિરાર અને થાણે) સહિત બાકીના એલાઇનમેન્ટ માટે જીયોટેકનું કામ ચાલુ છે.

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં CMનું ભવ્ય સ્વાગત
રાજકોટ

રાજકોટમાં CMનું ભવ્ય સ્વાગત

Editor By Editor 13 hours ago
 વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર
બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ
ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?