શિવ : કલ્યાણ સ્વરૂપ
મહેશ્વર : માયાના અધીશ્વર
શંભુ : આનંદ સ્વરૂપવાળા
પિનાકી : પિનાક ધનુષ ધારણ કરવાવાળા
શશિશેખર : માથા પર ચંદ્રમા ધારણ કરવાવાળા
વામદેવ :અત્યંત સુંદર સ્વરૂપવાળા
વિરુપાક્ષ : મોટી આંખોવાળા
કપર્દી : જટાજૂટ ધારણ કરનાર
નીલલોહિત : નીલા અને લાલ રંગવાળા
શંકર : સૌનું કલ્યાણ કરવાવાળા
શૂલપાણિ : હાથમાં ત્રિશૂળ ધારણ કરવાવાળા
ખટવાંગી : ખાટલાનો એક પાયો રાખવાવાળા
વિષ્ણુવલ્લભ : ભગવાન વિષ્ણુના અતિ પ્રેમી
શિપિવિષ્ટ : છીપમાં પ્રવેશ કરનારા
અંબિકાનાથ : ભગવતીના પતિ
શ્રીકંઠ : સુંદર કંઠવાળા
ભક્તવત્સલ : ભક્તોને ખૂબ જ સ્નેહ કરનારા
ભવ : સંસારના રૂપમાં પ્રગટ થનારા
શર્વ : કષ્ટોને નષ્ટ કરવાવાળા
ત્રિલોકેશ : ત્રણે લોકોના સ્વામી
શિતિકંઠ : સફેદ કંઠવાળા
શિવાપ્રિય : પાર્વતીના પ્રિય
ઉગ્ર : ખૂબ જ ઉગ્ર સ્વરૂપવાળા
કપાલી : કપાલ ધારણ કરવાવાળા
કામારી : કામદેવના શત્રુ
અંધકારશૂરસૂદન : અંધક દૈત્યને મારવાવાળા
ગંગાધર : ગંગાજીને ધારણ કરનાર
લલાટાક્ષ : લલાટમાં આંખોવાળા
કાલકાલ : કાળના પગ કાળ
કૃપાનિધિ : કરુણાની ખાણ
ભીમ : ભયંકર રૂપવાળા
પરશુહસ્ત : હાથમાં ફરશી ધારણ કરવાવાળા
મૃગપાણી : હાથણાં હરણ ધારણ કરવાવાળા
જટાધર : જટા રાખવાવાળા
કૈલાસવાસી : કૈલાસ પર નિવાસ કરવાવાળા
કવચી : કવચ ધારણ કરવાવાળા
કઠોર : ખૂબ જ મજબૂત દેહવાળા
ત્રિપુરાંતક : ત્રિપુરાસુરને મારવાવાળા
વૃષાંક : બળદનું ચિહ્ન ધરાવતી ધજાવાળા
વૃષભારુઢ : બળદની સવારીવાળા
ભસ્મોદ્ધૂલિતવિગ્રહ : આખા શરીર પર ભસ્મ લગાવવાળા
સામપ્રિય : સામગાનને પ્રેમ કરનારા
સ્વરમયી : સાતે સ્વરમાં નિવાસ કરવાવાળા
ત્રયીમૂર્તિ : દેવરૂપી વિગ્રહ કરવાવાળા
અનીશ્વર : જેનું કોઈ માલિક નથી
સર્વજ્ઞ : સર્વ (બધું) જ જાણવાવાળા
પરમાત્મા : સૌની પોતાની અસ્મિતા
સોમસૂર્યાગ્નિલોચન : ચંદ્ર, સૂર્ય અને અગ્નિરૂપી આંખવાળા
હવિ : આહુતિરૂપી દ્રવ્યવાળા
યજ્ઞમય : યજ્ઞ સ્વરૂપવાળા
સોમ : ઉમા સહિતના રૂપવાળા
પંચવકત્ર : પાંચ મુખવાળા
સદાશિવ : હંમેશાં કલ્યાણરૂપવાળા
વિશ્વેશ્વર : આખા વિશ્વના ઈશ્વર
વીરભદ્ર : બહાદુર હોવા છતાં પણ શાંત રૂપવાળા
ગણનાથ : ગણોના સ્વામી
પ્રજાપતિ : પ્રજાનું પાલન કરનારા
હિરણ્યરેતા : સુવર્ણ તેજવાળા
દુર્ઘુર્ષ : કોઈનાથી પણ ન દબાનારા
ગિરીશ : પહાડોના માલિક
ગિરીશ : કૈલાસ પર્વત પર સૂનારા
અનઘ : પાપરહિત
ભૂજંગભૂષણ : સાપના આભૂષણવાળા
ભર્ગ : પાપને ભૂંસી નાખનારા
ગિરિધન્વા : મેરુ પર્વતને ધનુષ બનાવનાર
ગિરિપ્રિય : પર્વતપ્રેમી
કુત્તિવાસા : ગજચર્મ પહેરવાવાળા
પુરારાતિ : પુરોનું નાશ કરનારા
ભગવાન : સર્વ સમર્થ ષટ્ઐશ્વર્ય સંપન્ન
પ્રમથાધિપ : પ્રમથ ગણોના અધિપતિ
મૃત્યુંજય : મૃત્યુને જીતનાર
સૂક્ષ્મતનુ : સૂક્ષ્મ શરીરવાળા
જગદ્વ્યાપી : જગતમાં વ્યાપ્ત થઈને રહેનારા
જગદ્ગુરુ : જગતના ગુરુ
વ્યોમકેશ : આકાશરૂપી વાળવાળા
મહાસેનજનક : કાર્તિકેયના પિતા
ચારુવિક્રમ : સુંદર પરાક્રમ કરવાવાળા
રુદ્ર : ભક્તોનાં દુ:ખ જોઈને રોનારા
ભૂતપતિ : ભૂત, પ્રેત અથવા પંચભૂતોના સ્વામી
સ્થાણુ : સ્પંદન રહિત કૂટસ્થ રૂપવાળા
અહિર્બુધ્ન્ય : કુંડલિનીને ધારણ કરનારા
દિગમ્બર : દિશાઓ કે આકાશરૂપી વસ્ત્ર ધારણ કરવાવાળા
અષ્ટમૂર્તિ : આઠ રૂપવાળા
અનેકાત્મા : અનેક રૂપ ધારણ કરનારા
સાત્ત્વિક : સત્ત્વ ગુણવાળા
શુદ્ધ વિગ્રહ : શુદ્ધ મૂર્તિવાળા
શાશ્વત : નિત્ય રહેવાવાળા
ખંડપરશુ : તૂટેલી ફરસી ધારણ કરનારા
અજ : જન્મ રહિત
પાશવિમોચન : બંધનોમાંથી છોડાવનારા
મૂડ : સુખ રૂપવાળા
પશુપતિ : પશુઓના માલિક
દેવ : સ્વયં પ્રકાશ સ્વરૂપ
મહાદેવ : દેવોના પણ દેવ
અવ્યય : ખર્ચ કે વપરાશ થવા છતાં પણ ન ઘટનારા
હરિ: વિષ્ણુસ્વરૂપ
પૂષદન્તભિત્ : પૂષાના દાંત ઉખાડવાળા
અવ્યગ્ર : ક્યારેય વ્યથિત ન થનારા
દક્ષાધ્વરહર : દક્ષના યજ્ઞને નષ્ટ કરવાવાળા
હર : પાપો તથા તાપોને હરનારા
ભગનેત્રભિદ્ : ભગ દેવતાની આંખ ફોડનારા
અવ્યક્ત : ઈન્દ્રિયો સામે પ્રગટ ન થનારા
સહસ્રાક્ષ : અનંત આંખોવાળા
સહસ્રપાદ : અનંત પગવાળા
અપવર્ગપ્રદ : કૈવલ્ય મોક્ષ આપનારા
અનંત : દેશ, કાળ, વસ્તુરૂપી પરિછેદ રહિત
તારક : સૌને તારવાવાળા
પરમેશ્વર: સૌથી પરે ઈશ્વર
પંચાક્ષરી મંગલમ
ૐ મંગલમ્ ૐકાર મંગલમ્,
ૐ નમ: શિવાય મંગલમ્.
`ન’ મંગલમ્, `ન’કાર મંગલમ્,
નાદબિંદુ કલાતીત ઈશ મંગલમ્.
`મ’ મંગલમ્, `મ’કાર મંગલમ્,
મહાદેવ દયાસિંધુ શિવ મંગલમ્.
`શિ’ મંગલમ્, `શિ’કાર મંગલમ્,
સિદ્ધ બુદ્ધ આત્મરૂપ વેદ મંગલમ્.
`વા’ મંગલમ્, `વ’કાર મંગલમ્,
વાદભેદ રહિત પરબ્રહ્મ મંગલમ્.
`ય’ મંગલમ્, `ય’કાર મંગલમ્,
યથાતત્ત્વ પરિજ્ઞાન વેદ મંગલમ્.