- યોગી આદિત્યનાથ ત્રણ દિવસીય ગોરખપુરની મુલાકાતે
- જનતા દરબાર યોજીને સીએમ યોગીએ લોકોની ફરિયાદો સાંભળી
- ગોરખનાથ મંદિરના પ્રાંગણમાં દીપ પ્રાગટ્ય કાર્યક્રમમાં ભાગ લીધો
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ત્રણ દિવસીય ગોરખપુરની મુલાકાતે છે. પોતાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. સીએમ યોગીએ સવારે જનતા દરબાર યોજીને લોકોની ફરિયાદો સાંભળી હતી.
ત્યારબાદ સીએમ યોગીએ ‘એક દીવો શહીદોને નામ’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને શહીદોની યાદમાં 11000 દીવા પ્રગટાવ્યા હતા. ગોરખનાથ મંદિરના ઓપન થિયેટરમાં ભોજપુરી એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રીએ ભાગ લીધો હતો.
સીએમ યોગીએ ગોરખનાથ મંદિરના પ્રાંગણમાં શહીદોના નામે દીપ પ્રાગટ્ય કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ગોરખનાથ મંદિરના ભીમ સરોવર પાસે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સીએમ યોગીએ શહીદોની યાદમાં બનાવવામાં આવેલી ખાસ રંગોળી પાસે દીવો પ્રગટાવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.