ભારત પર અત્યારે કોરોના વાયરસ બાદ વધુ એક ગંભીર બીમારીએ કહેર મચાવ્યો છે. ઓડિશામાં કોલેરા બીમારીથી 11 લોકોના મોત થયા. કોલેરાથી લોકોના મોતના આંકડો આગામી સમયમાં વધે તેવી સંભાવના કારણ કે સંક્રમિતોની સંખ્યા 2000ને પાર થઈ છે. દરમિયાન આરોગ્ય વિભાગ સતર્ક થતા રાજ્યના 30 જિલ્લાઓમાં એલર્ટ જારી ટેસ્ટિંગ કામગીરી હાથ ધરાઈ છે. દેશમાં કોરોના બાદ કોલેરા બીમારી ફરી માથું ઉચકી રહી છે. આવી સ્થિતિમાં કોલેરા બીમારી શું છે અને આ બીમારી થતા પહેલા પ્રારંભમાં કયા લક્ષણો દેખાય છે તે જાણીએ.
શેનાથી ફેલાય છે કોલેરા
વર્ષ 2019 અને વર્ષ 202માં લોકોએ કોરોનાનો મહાપ્રકોપ જોયો હતો. આ સમયે અનેક લોકો બીમારીના કારણે મોત થયા હતા હવે ફરી પાછા કોરોના જેવી ગંભીર બીમારીએ કહેર મચાવ્યો છે. કોલેરા બીમારી બેકટેરિયાથી થતી બીમારી છે. Vibrio cholerae નામના બેક્ટેરિયાથી આ બીમારી ફેલાય છે. દર્દીને સમયસર આ બીમારીમાં સારવાર ના મળે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે.
કોલેરા બીમારીના લક્ષણ
કોલેરા એટલે ઝાડા. કોલેરા કે જે સ્વચ્છતા સંબંધિત સમસ્યા છે. આ બીમારી પાણી અને ખોરાક મારફતે ફેલાય છે. આ રોગનું મુખ્ય લક્ષણ છે ઊધરસ થવી અને પાણી જેવા ડાયેરિયા થવા. કેટલીક વખતા ડાયરેયિા થવાની સમસ્યાને આપણે સામાન્ય માનીએ છીએ. પરંતુ હકીકતમાં તે કોઈ ઇન્ફેકસનના કારણે થાય છે. પાણી જેવા ડાયરિયા થવાથી દર્દીના શરીરમાં પાણી ઘટી જાય છે. જેના કારણે દર્દીના શરીરમાંથી જરૂરી વિટામિન અને પોષકતત્ત્વો ઘટી જતા ગંભીર સમસ્યા સર્જાય છે. પાણી જેવા ડાયરિયા થવા એ કોલેરાનું લક્ષણ હોઈ શકે છે. ખાસ કરીને ચોમાસા જેવી ઋતુમાં બેક્ટેરિયાથી થતી બીમારીનું જોખમ રહે છે.
કોલેરા જીવલેણ સાબિત થઈ શકે
કોલેરના આ પ્રારંભિક લક્ષણો દેખાય ત્યારે તેની સારવાર કરવી જોઈએ. કોલેરાના દર્દીને ઝાડા એટલા બધા થાય છે કે દર્દીના શરીરમાં પોષણના અભાવ સાથે, ડિહાઇડ્રેશન પણ થાય છે. ક્યારેક ખૂબ જ ગંભીર કોલેરાના કિસ્સામાં, દર્દીને ઉલટી પણ થવા લાગે છે. આ બીમારીના દર્દી યોગ્ય સારવાર ના અભાવે કેટલીક વખત મોત થવા સુધી બાબત પહોંચી શકે છે.
કેવી રીતે ફેલાય છે કોલેરાની બીમારી
જો કોઈ વ્યક્તિ એવું પાણી પીવે કે જેમાં કોલેરાના બેક્ટેરિયા હોય, તો તેને બીમારી થઈ શકે છે. તેમજ બીમાર વ્યક્તિના મળમૂત્રના સંપર્કમાં આવતા ઇન્ફેકસન લાગી શકી છે. તેમજ હાથ ધોયા વિના કે અશુદ્ધ ખોરાક અને પાણીને સ્પર્શ કરવામાં આવે જેમાં કોલેરાના બેક્ટેરિયા હોય તો વ્યક્તિને સંક્રમણ થવાનું જોખમ રહે છે. આ ઉપરાંત અપરેક્ષિત હાઈજીન અને ગંદકીથી ભરેલા પરિસ્થિતિઓમાં કોલેરાનો વાયરસ ફેલાવાનું જોખમ રહે છે. વરસાદી સિઝનમાં અનેક સ્થાનો પર સ્વચ્છતા બાબતે ધ્યાન રાખવામાં આવતું નથી. વિશેષ કરીને આ સમયમાં ટોયલેટની યોગ્ય સફાઈ કરવી જોઈએ.