- પૌરાણિક ખજાનાના માધ્યમથી ઘણી જૂની પરંપરાઓનો ખુલાસો
- ખોદકામ કરતાં તુર્કીના સંશોધકોને હજારો વર્ષ જૂના ઘરેણાં મળી આવ્યા
- નાક અને કાન વીંધવાની પરંપરા હજારો વર્ષો જૂની: સંશોધક
તુર્કીના શોધકર્તાઓને 11 હજાર વર્ષ જૂનો ખજાનો મળી આવ્યો છે. આ પૌરાણિક ખજાનાના માધ્યમથી ઘણી જૂની પરંપરાઓનો ખુલાસો થયો છે જેને આપણે આજે અનુસરીએ છીએ. તુર્કીના સંશોધકોને જમીનમાં ખોદકામ કરતી વખતે 11 હજાર વર્ષ જૂનો ખજાનો મળી આવ્યો છે. સંશોધકોને તુર્કીના એક પુરાતત્વીય સ્થળ પર 11 હજાર વર્ષ જૂનો ખજાનો મળ્યો છે. તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.
સંશોધકોને ખોદકામ કરતી વખતે માનવ કંકાલ અને તેમાં વીંટળાયેલી કેટલીક ધાતુ અને ઝવેરાત મળી આવ્યા છે. જ્યાં શોધ કરવામાં આવી હતી તે સ્થળનું નામ બોનકુકુલુ તરલા પુરાતત્વ સાઇટ છે. રિસર્ચ ટીમે જણાવ્યું હતું કે જ્યાં બાળકોને દફનાવવામાં આવ્યા હતા ત્યાંથી કોઈ પણ પ્રકારના દાગીના મળ્યા નથી. જે સાબિત કરે છે કે તે સમયે બાળકોના શરીરને વીંધવાની કોઈ પરંપરા નહોતી.
પુરાતત્વવિદોએ જણાવ્યું કે આ તમામ આભૂષણો નાક, કાન અને હાડકાની હડપચીની બાજુમાં મળી આવ્યા છે. જે એ વાતનો મજબૂત પુરાવો છે કે નાક અને કાન વીંધવાની પરંપરા હજારો વર્ષો પહેલાથી ચાલી આવે છે.
શોધમાં જે ઘરેણાં મળી આવ્યા છે તેમાંથી 85 ટકા જેટલા આભૂષણો સંપૂર્ણ અવસ્થામાં જેમના તેમ છે અને તે ચૂનાના પથ્થર અથવા નદીના કાંકરામાંથી બનાવવામાં આવ્યા હતા. રિસર્ચમાં એ પણ સામે આવ્યું છે કે આ જ્વેલરી માત્ર મહિલાઓ જ નહીં પરંતુ પુરુષો પણ પહેરતા હતા.
શોધમાં સામેલ ડૉ. એમ્મા બેસલે જણાવ્યું હતું કે નાક અને કાન વીંધવાની પરંપરા જે આજે આપણા જીવનનો મહત્વનો ભાગ છે તે ઘણા વર્ષો પહેલા વિકાસ પામી હતી.


