સ્ત્રી શક્તિ નાનું મોટું કામ કરી પોતાના પરિવારને મદદરૂપ થઈ શકે એ હેતુથી રોજગારલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.વી કેન ગ્રુપ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ને લઈને મહિલાઓ માટે એક અલગ અનેરા કાર્યક્રમનું આયોજન હેમુગઢવી ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું હતું.જેમાં પ્રથમ વખત 1100 નારી શક્તિને સન્માનિત કરવામાં આવી હતી..નિર્ણય એક નિર્માણનો અને સ્વયમ સિદ્ધા કાર્યક્રમમાં તમામ સ્ત્રી શક્તિને ઘરે બેઠા ગૃહ ઉદ્યોગો શરૂ કરીને સ્વયંસિદ્ધા બનવા માટેનું તમામ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.વિશ્વ મહિલા દિનની ભવ્ય ઉજવણી અંતર્ગત વિશિષ્ટ સન્માનની સાથે રાજકોટની સ્ત્રી શક્તિ નાનું મોટું કામ કરી પોતાના પરિવારને મદદરૂપ થાય છે એ હેતુથી બહેનોને રોજગાર મળે એ બાબત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં મશીનરીઓનો લાઈવ ડેમો તેમજ મળતી સહાયો બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સંદર્ભમાં વી કેન ગ્રુપ સ્વયંસિદ્ધ- શક્તિવંદના અંતર્ગત રાજકોટમાં સૌપ્રથમવાર, 1100 મહિલાઓને મીઠાઈ, ગંગાજળ, ફૂલ વગેરે આપીને એકસાથે સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો હેતુ એવી મહિલાઓને સન્માનિત કરવાનો હતો કે જેઓ નાના કે મોટા કામ છતાં ઘરેથી કામ કરે છે અને ભવિષ્યમાં કોઈપણ ક્ષેત્રમાં કામ કરવા ઈચ્છે છે તેને મદદરૂપ થઈ શકાય.આ કાર્યક્રમમાં ઘરે બેઠા જ કરી શકાય તેવા વિવિધ કામો વિશે માહિતી આપવામાં આવી હતી જેમાં તેઓ પૂરતી કમાણી કરી શકે છે.કાર્યક્રમને સફળ બનાવવા પીનાબેન કોટક અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી.