- શહેરના 4 અને ધ્રાંગધ્રાના 1 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરાયું
- મેડિકલ લાઈનમાં પ્રવેશ માટેની પરીક્ષામાં ગુજરાતી માધ્યમના 1,020,
- અંગ્રેજી માધ્યમના 216 અને હિન્દી માધ્યમના 24 સહિત કુલ 1260 વિદ્યાર્થીઓ નોંધાયા હતા
સુરેન્દ્રનગર જિલ્લામાં રવીવારે ધો. 12 સાયન્સ પછી મેડીકલ લાઈનમાં પ્રવેશ માટે જરૂરી એવી નીટની પરીક્ષાનું પાંચ કેન્દ્રો પર આયોજન કરાયુ હતુ. જેમાં નોંધાયેલા 1260માંથી 1247 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે નીટની પરીક્ષાનું આયોજન કરાયુ હતુ. ધો. 12 સાયન્સ પછી મેડીકલ લાઈનમાં પ્રવેશ માટે ભારત સરકાર દ્વારા લેવાતી નીટ (નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષા જિલ્લાના પાંચ કેન્દ્રો પર યોજાઈ હતી. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા કોર્ડીનેટર ભરતેશભાઈ રાવલે જણાવ્યુ કે, નીટની પરિક્ષા માટે જિલ્લામાં 1260 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં ગુજરાતી માધ્યમના 1,020, અંગ્રેજી માધ્યમના 216 અને હિન્દી માધ્યમના 24 વિદ્યાર્થીઓ હતા. રવિવારે બપોરના 2થી 5-20 કલાક દરમિયાન યોજાયેલી આ પરીક્ષા માટે સુરેન્દ્રનગરની સ્વસ્તીક સ્કૂલ, એન. ડી. રાવલ હાઈસ્કૂલ, સંકલ્પ સ્કૂલ, યુરોકીડસ સ્કૂલ ઉપરાંત ધ્રાંગધ્રાની આર્મી પબ્લીક સ્કુલમાં પરિક્ષા કેન્દ્ર બનાવાયા હતા. જેમાં નોંધાયેલા 1,260માંથી 13 વિદ્યાર્થી ગેરહાજર રહેતા 1,247 વિદ્યાર્થીઓએ મેડીકલ લાઈનમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા આપી હતી. એકંદરે પરીક્ષા શાંતિપુર્વક યોજાઈ હતી. આ પરીક્ષામાં ઓબ્ઝર્વર તરીકે મુકેશ નિમાવત, કે.ડી.ધોળકીયા, ભાઈલાલભાઈ, એ.પી.રાવલ સહિતનાઓ


