- 11,814 સફાઈ કર્મીઓ માટે ફક્ત ત્રણ જ ચેન્જિંગ રૂમ
- ઉનાળો શરૂ થાય તે પહેલાં 60 જગ્યાએ વોટર કૂલર મુકાશે
- AMCના કોર્પોરેટરો આ હેતુસર બજેટ ફાળવી શકશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં 11,814 જેટલા સફાઈ કામદારોને કપડાં બદલવા માટે 139 જેટલા નવા ચેઈન્જિંગ રૂમ બનાવવામાં આવશે. ઉનાળામાં સફાઈ કામદારોને ઠંડા પાણીની સુવિધા મળી રહે તે હેતુસર 60 જગ્યાએ વોટર કૂલર મૂકવામાં આવશે. AMCના કોર્પોરેટરો આ હેતુસર બજેટ ફાળવી શકશે. હાલ શહેરમાં ફક્ત ત્રણ જગ્યાએ જ ચેન્જિંગ રૂમ આવેલા છે. પૂર્વ ઝોનમાં 18, પશ્ચિમ ઝોનમા 14, ઉત્તર ઝોનમાં 21, દક્ષિણ ઝોનમાં 19, મધ્ય ઝોનમાં 35, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 15 અને દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં 17 સહિત કુલ 139 એઈન્જિંગ રૂમ બનાવાશે.
શહેરના સફાઈ કરતા કામદારોની સગવડતા માટે 6 મહિનામાં નવા ચેઈન્જિંગ રૂમ બનાવવા માટે સૂચના આપવામાં આવી છે. ઉનાળામાં સફાઈ કર્મચારીઓ માટે પીવાના ઠંડા પાણી માટે પણ કુલરની વ્યવસ્થા કરવામાં માટેનું આયોજન થયું છે. શહેરના જુદ જુદા ઝોનમાં 142 મસ્ટર સ્ટેશન છે. જેમાં પૂર્વઝોનમાં 19, પશ્ચિમ ઝોનમાં 14, ઉત્તર ઝોનમાં 23, દક્ષિણ ઝોનમાં 19, મધ્યઝોનમાં 35, ઉત્તર- પશ્ચિમ ઝોનમાં 15 અને દક્ષિણ – પશ્ચિમ ઝોનમાં 17 માસ્ટર છે અને 11,814 સફાઈ કામદારો છે જેમાં 7 ઝોનમાં 83 પીવાના પાણીના કુલર છે અને વધુ 60 વોટર કૂલર મુકવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.


