- પોલીસની દુકાન માલિક સામે કાયદેસરની કાર્યવાહી
- 23 ચાઈનીઝ દોરીનામાજા અને 14 બોક્ષ મળી આવતા પોલીસે જપ્ત કર્યા
- માલિક જીગ્નેશ ઉર્ફે જીગર બીજલભાઇ પ્રજાપતિની અટકાયત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી
ડીસામાંથી વધુ એક વાર પ્રતિબંધિત ગેરકાયદેસર ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે. જેમાં પોલીસે ચાઈનીઝ દોરીના 23 માજા અને 14 બોક્ષ જપ્ત કરી દુકાન માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉતરાયણ ટાણે કેટલાક વેપારીઓ વધુ નફો કમાવવાની લ્હાયમાં લોકો સહિત પશુ પક્ષીઓ માટે જીવલેણ અને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું ગેરકાયદે વેચાણ કરતા હોય છે. ત્યારે ડીસાના કલાપીનગર વિસ્તારમાં પણ એક યુવક ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો હોવાની માહિતી મળતા જ ડીસા દક્ષિણ પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં કલાપીનગરમાં આવેલ ચામુંડા સીઝન સેન્ટર નામની દુકાનમાંથી 23 ચાઈનીઝ દોરીનામાજા અને 14 બોક્ષ મળી આવતા પોલીસે જપ્ત કર્યા હતા. જ્યારે દુકાન માલિક જીગ્નેશ ઉર્ફે જીગર બીજલભાઇ પ્રજાપતિની અટકાયત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


