- ‘બિલિમોરા સુધી બુલેટ ટ્રેન દોડવાની શરૂ થઈ જશે’
- ‘શરૂઆતમાં કેટલીક તફલીફ આવી હતી જમીન સંપાદનની’
- ‘હવે તકલીફ દૂર થઈ છે અને કામગીરી ઝડપથી ચાલી રહી છે’
હાલમાં દેશમાં પ્રથમ બુલેટ ટ્રેન માટેની રાહ જોવામાં આવી રહી છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થનાર બુલેટ ટ્રેન માટેની કામગીરી ઝડપથી ચાલી રહી છે. આ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, બુલેટ ટ્રેનનું કામ ઝડપી ચાલી રહ્યું છે. જેના માટે એક મહિનામાં બુલેટ ટ્રેનનું 14 કિમીની કામગીરી થઇ રહી છે.
આ અંગે વાઈબ્રન્ટ ગુજરાત કાર્યક્રમમાં હાજર રહેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેનની કામગીરી અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, બિલિમોરા સુધી બુલેટ ટ્રેન દોડવાની શરૂ થઈ જશે. તેમજ 2026 માં દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડતી થઈ ગઈ હશે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, અમદાવાદ – મુંબઈ પ્રોજેક્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. શરૂઆતમાં કેટલીક તફલીફ જમીન સંપાદનની આવી હતી. હવે તકલીફ દૂર થઈ છે અને કામગીરી ઝડપથી ચાલી રહી છે. જેની સાથે જ મુંબઈમાં બુલેટ ટ્રેનના સ્ટેશન અંડર ગ્રાઉન્ડ રહેવાના છે. મુંબઈથી થાને સમુદ્રની નીચે ટનલ બનવાની ડિઝાઇન ફાઇનલ છે.
તેમજ અમદાવાદ – મુંબઈ પ્રોજેક્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ અંગે અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, દેશમાં બુલેટ ટ્રેનનું સપનું બહુ જલદી પૂર્ણ થશે. અત્યાર સુધીમાં 272 કિમી વાયડક્ટની કામગીરી પૂરી થઇ છે. જેના માટે તમામ મુદ્દે કામગીરી ચાલી રહી છે.


