અગ્ર ગુજરાત વલભીપુર
રિપોર્ટ & તસવીર : ધર્મેન્દ્રસિંહ સોલંકી
વલભીપુર તાલુકાના ચમારડી ગામે વાડીમાં 14 શ્રમિકો ફસાઈ ગયા હતા જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું જેમાં ભાવનગર ફાયર વિભાગની ટીમ ગઢવી, વલભીપુર મામલતદાર કે.જી.પરમાર, તાલુકા વિકાસ અધિકારી ગોહિલ કિશોરસિંહ, વલભીપુર શહેર ભાજપ પ્રમુખ નામદેવસિંહ પરમાર, વલભીપુર શહેર મહામંત્રી કિશોર પરમાર, નગરપાલિકા ઉપપ્રમુખ હાર્દિક સાગઠીયા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હર્ષ મકવાણા તેમજ ચમારડી ગામના સેવાભાવી યુવાનો દ્વારા 14 શ્રમિકોને જમવાની વ્યવસ્થા કરી આપી હતી. તેમજ રેસ્ક્યુ કરવામાં સાથ સહકાર આપતા યુવાનોનો પણ મામલતદારે આભાર વ્યક્ત કર્યો હતો.
વલભીપુર તાલુકાના ચમારડી ગામે ઉતરપ્રદેશના વતની એવા 14 શ્રમિકો રોજગારી માટે આવ્યા હતા.આ 14 શ્રમિકો વહેતા પાણી વચ્ચે ફસાઈ ગયા હતા. જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જીવ બચતા શ્રમિકોએ તમામ અધિકારીઓ, પદાધિકારીઓ અને યુવા કાર્યકર્તાઓનો ગદગદ સ્વરે આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભાવનગર વિસ્તારમાં આભ ફાટ્યું હોય એમ 24 કલાકમાં 10થી લઈને 14 ઇંચ વરસાદ ખાબકતા પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો એવો શેત્રુંજય ડેમ પણ ઓવરફ્લો થતાં તેના 20 દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જ્યાંથી નિયંત્રિત પાણીની જથ્થો વહાવવામાં આવી રહ્યો છે અને હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.