રાજકોટ મનપાનું આયોજન : ૨૦થી વધુ જગ્યાએ મોટી કચરાપેટી, પાંચ સ્થળે રખાશે મોબાઇલ ટોયલેટ યુનિટ
રાજકોટનો ભાતીગળ લોકમેળો જ્યા યોજાય છે એ રેસકોર્સ મેદાનને મેળાના દિવસો દરમિયાન ચોખ્ખુચણાંક રાખવા માટે મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને જવાબદારી સોંપવામા આવે છે. તેના માટે સફાઇ વિભાગે ત્રણ સિફ્ટમાં રાઉન્ડ ધી ક્લોક આયોજન કરવામા આવ્યુ છે. ૧૪૦થી વધુ સફાઇ કામદારો ફાળવવામા આવ્યા છે. મેળામાંથી એકત્ર થતી ગંદકી સોખડા ડમ્પીંગ યાર્ડમાં ઠલવવા માટે ડમ્પરના ફેરા સતત ચાલુ રાખવામા આવશે.
મેળામાં ઠલવાતા કચરાથી ગંદકી ન થાય તે માટે મહાપાલિકાએ રાઉન્ડ ધી ક્લોક સફાઇની વ્યવસ્થા ગોઠવી છે. ત્રણ સિફ્ટમાં સફાઇ ચાલુ રહેશે. સવારના સમયમાં ૭૦ સફાઇ કામદાર, બપોરે ૨૦ અને રાત્રે મેળો ખાલી થઇ જાય ત્યાંરે મેદાન સંપુણપર્ણે ચોખ્ખુચણાક રાખવા માટે ૧૪૦ સફાઇ કામદાર રાત આખી સફાઇ કરશે. કચરો એકત્ર કરીને ડમ્પીંગ યાર્ડ ઠલવવા લઇ જવા માટે ૨ ડમ્પર સતત દોડતા રહેશે. મેળામાં અલગ અલગ ૨૦ જગ્યાએ મોટી કચરાપેટી મુકવામા આવશે. ૫ સ્થળે મોબાઇલ ટોયલેટ યુનિટ રાખવામા આવશે.
લોકમેળામાં પ્લાસ્ટિક વાપરનારની ખેર નથી, ચેકિંગ માટે ખાસ સ્કવોડ મુકાશે
સ્ટોલધારકોને એલોટમેન્ટ લેટરમાં જ અપાયેલી લેખિત ચેતવણી
સમગ્ર રાજકોટમાં તમામ પ્રકારના પ્લાસ્ટિકના વેચાણ અને વપરાશ ઉપર પ્રતિબંધ મુકાયો છે. લોકમેળામાં પણ પ્લાસ્ટિકનો વપરાશ ન થાય એ માટે ખાસ અલગથી ચેકિંગ સ્કવોડ મુકવામા આવશે. મેળામાં આવતા સહેલાણી પાસેથી પણ જો પ્લાસ્ટિક મળી આવશે તો તેની પાસેથી દંડ વસુલવામા આવશે. જ્યારે સ્ટોલધારકો સામે પણ આકરા પગલાંની નીતિ ઘડવામા આવી છે.
સવારે ૬૦, બપોરે 3૦ અને રાત્રે ૧3૦ સફાઇ કામદાર
લોકમેળામાં રોજ ટનબંધ કચરો થાય છે. સફાઇ માટે મનપાએ ખાસ અલગથી વ્યવસ્થા કરવામા આવી છે. રાઉન્ડ ધિ ક્લોક સફાઇ કરવામા આવશે. સવારે ૬૦ સફાઇ કામદાર, બપોરે 3૦ અને રાત્રે ૧3૦ કામદાર કામે લાગશે. કચરો લઇ જવા માટે ત્રણેય સિફ્ટમાં બબ્બે ડમ્પર સતત દોડતા રહેશે. આ ઉપરાંત મેળાના મેદાનમાં અલગ અલગ ૨૦ જગ્યાએ મોટી કચરાપેટી મુકવામા આવશે. જ્યારે બે મોબાઇલ ટોયલેટ રાખવામા આવશે.