- માંડલ ગામની 15 વિદ્યાર્થિનીઓનો નડયો અકસ્માત
- વ્યારા સેન્ટર ઉપર પરીક્ષા આપવા જતી વખતે અકસ્માત
- ઈજાગ્રસ્ત વિધાર્થીનીઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ
તાપીમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા જતી 15 વિધાર્થીનીઓનો અકસ્માત થતા દોડધામ મચી ગઈ હતી,ડમ્પરે પીકઅપ વાનને અડફેટે લેતા આ ઘટના સર્જાઈ હતી,જેમાં ઈજાગ્રસ્ત વિધાર્થીનીઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ છે.તો આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી,તમામ વિધાર્થીનીઓ સલામત છે.તો ડમ્પર ચાલકની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથધરી છે.
વ્યારા હાઈવે પર અકસ્માત
હાલ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે,આ પરીક્ષા આપવા માટે ગામડાના વિધાર્થીઓ પીકઅપ વાન તેમજ બસમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરતા હોય છે.ઉકાઈ તરફથી એક ડમ્પર ચાલક વધુ સ્પિડમાં વ્યારા તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન એક પીકઅપ વાન ચાલકને તેણે અડફેટે લેતા તેમાં પરીક્ષા આપવા જઈ રહેલી 15 વિધાર્થીનીઓનો અકસ્માત થયો હતો,ઘટનાની જાણ થતા એમ્બયુલન્સ અને પોલીસ ઘટના સ્થળે પહોચી હતી,તો ઈજાગ્રસ્ત વિધાર્થીનીઓ સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ છે.તો ઘટનામાં કોઈ બીજા દુખદ સમાચાર નથી.
હાઈવે પર ડમ્પરો બેફામ
હાઈવે પર ડમ્પર ચાલકો બેફામ રીતે ડમ્પર ચલાવતા હોય છે અને તેના કારણે અકસ્માતની ઘટના બનતી હોય છે,બેફામ ડમ્પરોના કારણે લોકોનો જીવ મુશ્કેલીમાં મુકાતા હોય છે,હાલ તો પોલીસે ડમ્પર ચાલકને ઝડપી પોલીસ સ્ટેશન લઈ પૂછપરછ હાથધરી છે,તો ડમ્પર ચાલક સામે ગફલત ભર્યુ વાહન હંકારવાને લઈ ગુનો પણ નોંધાઈ શકે છે.


