By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    54 minutes ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    2 days ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: 150 ફૂટ રીંગરોડ આર કે પ્રાઈમમાં ચાલતા આઈપીએલ સટ્ટાબાજીનો ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

150 ફૂટ રીંગરોડ આર કે પ્રાઈમમાં ચાલતા આઈપીએલ સટ્ટાબાજીનો ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ

Editor
Last updated: 2026/04/13 at 3:23 PM
41 minutes ago
Share
150 ફૂટ રીંગરોડ આર કે પ્રાઈમમાં ચાલતા આઈપીએલ સટ્ટાબાજીનો ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ
SHARE

150 ફૂટ રીંગરોડ આર કે પ્રાઈમમાં ચાલતા આઈપીએલ સટ્ટાબાજીનો ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ

ઓફિસ ભાડે લઈ ચલાવાતો હતો ઓનલાઈન ક્રિકેટ જુગાર, બે ઝડપાયા ; વોર્ડ નં.7 AAP ના નેતા પુત્રનું કનેક્શન ખુલ્યું, માસ્ટર આઈડી આપનાર સહિત ચાર શખ્સો ફરાર

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં ક્રિકેટ સટ્ટાબાજીનો એક મોટો કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલી આર.કે. પ્રાઈમ બિલ્ડિંગમાં ઓફિસ ભાડે રાખી આઈપીએલ મેચો દરમિયાન ઓનલાઈન જુગાર રમાડવામાં આવતો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી બે શખ્સોને ઝડપ્યા છે, જ્યારે આ રેકેટ સાથે જોડાયેલા અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, સમગ્ર સટ્ટાબાજીનું નેટવર્ક રાજકીય કનેક્શન સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું છે. માસ્ટર આઈડી પૂરી પાડનાર વત્સલ શીંગાળા એક રાજકીય ઉમેદવારનો પુત્ર હોવાનું ખુલતા આ મામલે શહેરમાં ચર્ચા જોર પકડી રહી છે.
ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ એસ.વી. ચુડાસમા તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા, ત્યારે મળેલી ગુપ્ત બાતમીના આધારે આર.કે. પ્રાઈમ બિલ્ડિંગના બીજા માળે આવેલી ઓફિસ નં.216માં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન બે વ્યક્તિઓ સ્થળ પર હાજર મળી આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં જયદીપ દિનેશ જાદવ (ઉંમર 30), જે રોડવેઝ સંબંધિત વ્યવસાય સાથે જોડાયેલો છે અને દર્પણ હરેશ બારસીયા (ઉંમર 28), જે લાઈટ ડેકોરેશનનો વ્યવસાય કરે છે,નો સમાવેશ થાય છે. બંનેએ ઓફિસ ભાડે લઈ અહીંથી સટ્ટાબાજીનું સંચાલન કરતા હોવાની કબૂલાત આપી છે.
પોલીસે જયદીપ જાદવના મોબાઈલની તપાસ કરતા તેમાં “ALL PANEL 777” નામનું ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ ખુલ્લું જોવા મળ્યું હતું. તેમાં ‘user id-10200’ નામની માસ્ટર આઈડી સક્રિય હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, આ માસ્ટર આઈડી દ્વારા તે વિવિધ યુઝર આઈડી બનાવી પોતાના ગ્રાહકોને આપતો અને આઈપીએલ મેચોમાં સટ્ટો રમાડતો હતો. આ સાથે કસીનો ગેમ્સ પણ ચલાવવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં ખુલ્યું કે, આ માસ્ટર આઈડી વત્સલ પરેશ શીંગાળા પાસેથી મેળવવામાં આવી હતી, જે હાલ અમદાવાદમાં રહે છે. આ આઈડીમાંથી અલગ-અલગ પોઈન્ટના આધારે યુઝર આઈડીઓ બનાવવામાં આવતી અને તે પંટરોને ફોરવર્ડ કરવામાં આવતી હતી.
જયદીપે સ્વીકાર્યું કે, તે પોતે બે આઈડીનો ઉપયોગ કરતો હતો, જ્યારે એક આઈડી રાજકોટના વિજય ઉર્ફે વી.એમ.ને આપવામાં આવી હતી. આ રીતે એક જ માસ્ટર આઈડી દ્વારા અનેક સ્તરે સટ્ટાબાજીનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. ક્રાઈમ બ્રાન્ચે દરોડા દરમિયાન ઓફિસમાંથી એક ચોપડો, મોબાઈલ ફોન અને અન્ય સામાન કબ્જે કર્યો હતો. આ ચોપડામાં આઈપીએલ મેચ દરમિયાન લેવામાં આવેલા સેસન અને ભાવના સોદાઓનો હિસાબ નોંધાયેલો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત, ગ્રાહકો તરીકે રાજકોટના દેવાંગ ડાભી અને ‘જે.ડી.’ નામના વ્યક્તિઓનો ઉલ્લેખ મળ્યો છે. આ તમામ લોકો ઓનલાઈન આઈડી દ્વારા જુગાર રમતા હોવાનું સામે આવ્યું છે.
દર્પણ બારસીયાએ પોલીસને જણાવ્યું કે, ઓફિસ તેણે ભાડે લીધી હતી અને બંને મળીને સટ્ટાબાજી ચલાવતા હતા. નફામાં પણ બંને સરખા ભાગીદાર હતા. આથી સ્પષ્ટ થાય છે કે, આ ગેરકાયદેસર ધંધો સુવ્યવસ્થિત રીતે સંચાલિત કરવામાં આવતો હતો. ક્રાઈમ બ્રાન્ચે હાલ જયદીપ જાદવ અને દર્પણ બારસીયાની ધરપકડ કરી અંદાજે રૂ.65 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલા વત્સલ શીંગાળા, દેવાંગ ડાભી, જે.ડી. અને વિજય ઉર્ફે વી.એમ.ને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ સમગ્ર મામલામાં સૌથી વધુ ચર્ચાનો વિષય એ બન્યો છે કે, માસ્ટર આઈડી પૂરી પાડનાર વત્સલ શીંગાળાના પિતા પરેશ શીંગાળા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી વોર્ડ નં.7ના ઉમેદવાર છે.
આ ખુલાસા બાદ રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે અને વિરોધ પક્ષો દ્વારા આ મુદ્દે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ ઘટનાએ સટ્ટાબાજી અને રાજકીય સંબંધોને લઈને અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાલ આ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ઓનલાઈન સટ્ટાબાજીના આ રેકેટમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને તેની વ્યાપકતા કેટલી છે તે જાણવા માટે ટેક્નિકલ એનાલિસિસ પણ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ કેસમાં વધુ ધરપકડ થવાની સંભાવના છે અને આગામી દિવસોમાં આ કૌભાંડના વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

 

You Might Also Like

રાજકોટના ભરવાડ સમાજના પદયાત્રા સંઘ પર ટ્રક ફરી વળ્યો : એક જ પરિવારના સાતના મોત

રાષ્ટ્રપતિ આજે રાજકોટમાં, એઇમ્સના પ્રથમ પદવીદાન સમારોહમાં હાજરી આપશે

 મનપાના પૂર્વ વિપક્ષી નેતા સોરાણી દંપતિનું કોંગ્રેસમાંથી રાજીનામુ

ચૂંટણીના દિવસે જ સૂર્યનારાયણ રાજકોટમાં આકરો મીજાજ બતાવશે, ૪3 ડિગ્રીની આગાહી

 ચૂંટણી પૂર્વે પ્રિસાઇડીંગ અને પોલીંગ અધિકારીઓને અપાઇ ડિજીટલ તાલીમ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વ્યાજખોરી કેસમાં આરોપીને રાહત: રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન મંજુર
રાજકોટ

વ્યાજખોરી કેસમાં આરોપીને રાહત: રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન મંજુર

Editor By Editor 2 days ago
ચોટીલા નજીકના સુરજદેવળમાં ચોથના દિવસે કાઢી સમાજના સાડા 3’દિના ઉપવાસ
જામવાડી GIDCમાંથી 2 કિલો ગાંજા સાથે આસીફ ઝડપાયો, સપ્લાયર ફરાર
રાજકોટ જિલ્લા પંચાયતમાં 29 બેઠકમાં બદલાવ થતા પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓ કપાયા
જમીની સ્તર સાથે જોડાયેલા ૪૦૦થી વધારે કાર્યકર્તાઓએ શાસક ભાજપને રામ-રામ કર્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?