દેશની 16 વર્ષની પ્રાંજલિ અવસ્થીએ AI કંપની સાથે બિઝનેસ શરૂ કર્યો
થોડા જ વર્ષોમાં આ કંપનીનું વેલ્યુએશન 100 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું
Updated: Oct 14th, 2023
Startup: જે ઉંમરમાં કોઈપણ વ્યક્તિ પોતાના ભવિષ્યનો નિર્યણ ન લઇ શકતું હોય, તે ઉંમરમાં એક 16 વર્ષની છોકરી એક મોટી કંપની ઉભી કરી દે છે. 16 વર્ષની આ ભારતીય છોકરીએ પોતાના સ્ટાર્ટઅપ Delv.AI દ્વારા AI ની દુનિયામાં પોતાની એક ઓળખ ઉભી કરી છે.
Delv.AI સ્ટાર્ટઅપની વેલ્યુએશન છે રૂ 100 કરોડ
બિઝનેસ ટુડેના એક રીપોર્ટ મુજબ, પ્રાંજલ અવસ્થીએ 2022માં Delv.AIની શરૂઆત કરી હતી. આ સ્ટાર્ટઅપની કિંમત પહેલાથી જ રૂ 100 કરોડ છે. હાલ મિયામી ટેક વીકમાં લોકો આ સ્ટાર્ટઅપથી પ્રભાવિત થયા હતા.
10 લોકોની ટીમ ધરાવે છે પ્રાંજલ
16 વર્ષની ઉંમરમાં પ્રાંજલ પાસે 10 લોકોની ટીમ છે. અહેવાલો પણથી એવું પણ જાણવા મળ્યું છે કે પ્રાંજલને બિઝનેસ શરુ કરવામાં તેમના પિતાએ ખુબ મદદ કરી હતી. તેણીએ માત્ર 7 વર્ષની ઉંમરમાં કોડીંગ કરવાનું શરુ કયું હતું. તેમની 11 વર્ષની ઉંમરમાં તેનો પરિવાર ભારતથી ફ્લોરિડા શિફ્ટ થયો હતો અને ત્યાં તેના માટે બિઝનેસના રસ્તાઓ ખુલ્યા હતા.
13 વર્ષની ઉંમરે શરુ કરી ઇન્ટર્નશિપ
પ્રાંજલે ફ્લોરિડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીની રિસર્ચ લેબોરેટરીમાં ઇન્ટર્નશિપ કરીને બિઝનેસની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ઇન્ટર્નશીપ શરૂ કરી ત્યારે તેણી 13 વર્ષની હતી. તે સમયે હજુ ChatGPT-3 બીટા રિલીઝ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રાંજલને Delv.AI નો વિચાર આવ્યો.
પ્રોડક્ટ હંટ પર લોન્ચ થઇ Delv.AI
આ પછી Delv.AI હાઈસ્કૂલની વિદ્યાર્થીનીને મિયામીમાં લ્યુસી ગુઓ અને બેકએન્ડ કેપિટલના ડેવ ફોન્ટેનોટની લીડરશીપમાં એક AI સ્ટાર્ટઅપ એક્સિલરેટર પ્રોગ્રામમાં સ્વીકારવામાં આવી, ત્યારબાદ તેની બિઝનેસ યાત્રા શરૂ થઈ. બિઝનેસ ટુડે અનુસાર, તેમની Delv.AI પણ પ્રોડક્ટ હંટ પર લોન્ચ કરવામાં આવી હતી.
રૂ. 3.7 કરોડની કંપનીની હાલ વેલ્યુ રૂ. 100 કરોડ
નોંધનીય છે કે એક્સિલરેટર પ્રોગ્રામે પ્રાંજલને ઓન ડેક અને વિલેજ ગ્લોબલમાંથી ઇન્વેસ્ટમેન્ટ સિક્યોર કરવામાં મદદ કરી છે. કંપનીએ $450,000 (આશરે રૂ. 3.7 કરોડ) ફંડ ભેગુ કર્યું અને આજે તેની વેલ્યુ રૂ. 100 કરોડ છે.