પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. અહીં એક 17 વર્ષની સોશિયલ મિડીયા ઈન્ફ્લૂએન્ઝર અને ટિકટોક સ્ટાર સના યૂસુફની સોમવારે 2, જૂનની રાતે ઈસ્લામાબાદના જી-13 સેક્ટરમાં તેના ઘરની અંદર ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. આ ઘટનાએ ભયનો માહોલ ઉભો કરી દીધો છે.
મહેમાન બનીને ઘરમાં ધુસ્યો હતો હુમલાખોર
પોલીસ અધિકારીઓના કહ્યા પ્રમાણે સનાની કોઈ અજાણ્યા વ્યક્તિએ ખૂબ નજીકથી ગોળી મારીને હત્યા કરી છે. હુમલાખોર મહેમાન બનીને ઘરમાં ઘૂસ્યો હતો અને આ ઘટનાને અંજામ આપીને ભાગી ગયો હતો. મિડીયા રિપોર્ટ પ્રમાણે ઘટનાન પહેલા સના પોતાના ઘરની બહાર કોઈ શૂટર સાથે વાત કરી રહી હતી.
એક પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે હુમલાખોરે ઘરમાં પ્રવેશ કર્યો, ગોળીબાર કર્યો અને ઘટનાસ્થળ પરથી ભાગી ગયો હતો. સનાને ગોળી વાગી અને તેનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું. પછી તેની લાશને પોસ્ટમોર્ટમ માટે પાકિસ્તાન ઈનસ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ લઈ જવામાં આવી. અધિકારીઓએ હત્યા અંગેની તપાસ શરૂ કરી દીધી છે, પણ હજુ સુધી હુમલાખોરની કોઈ ઓળખ કે ધરપકડ થઈ નથી. તપાસ અધિકારીઓનું કહેવું છે કે હુમલાખોર સનાને ઓળખતો હતો.
કયા કારણથી હત્યા કરવામાં આવી
જો કે આ હત્યા પાછળનું કોઈ કારણ હજી સુધી જાણી શકાયું નથી. પરંતું અધિકારીઓ આ અંગે તપાસ કરી રહ્યા છે. જેમાં કોઈ અંગત અદાવત, સામાજીક કારણ કે અન્ય કોઈ કારણ જવાબદાર હોઈ શકે છે. જો કે