- પેનલ્ટી માફીનો લાભ 31 માર્ચ, 2024 સુધી, તે પછી પૂરી રકમની વસૂલાત
- અમદાવાદમાં 342 કોલોનીના 11,187 સભ્યોની બાકી હપતાની 51 કરોડની રકમ સામે અંદાજે 26 કરોડની પેનલ્ટી માફ
- 100 ટકા દ્સ્તાવેજ થાય તો જ રિડેવલપમેન્ટની પ્રક્રિયા વેગવંતી બની શકે છે.
ગુજરાત હાઉસીંગ બોર્ડના 835 કોલોનીઓના LIG, MIG, EWSના 34 હજાર મકાનો અને 42 સ્લમ ક્લીયરન્સ સેલના 27,500 મકાનો મળી કુલ 877 કોલોનીઓના કુલ 61,665 સભ્યો આગામી 31મી માર્ચ સુધીમાં બાકી હપ્તાની 173 કરોડની રકમ સામે રાજ્ય સરકાર તરફથી 402 .66 કરોડની પેનલ્ટી માફ કરી આપવાની જાહેરાત કરાઇ છે. બોર્ડની જાહેરાતને એક મહિના થયો છે. આમ છતાં બાકી હપ્તાની રકમ ધરાવતા સભ્યોમાં ઓછો રસ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં 342 કોલોનીના 11,187 સભ્યોની બાકી હપ્તાની 51 કરોડની સામે અંદાજે 26 કરોડની પેનલ્ટી માફ થશે. પેનલ્ટીની રકમ સમય મર્યાદા પૂરી થયા પછી માફ નહીં થાય. સાથો સાથા બાકી હપ્તાની રકમ ભરનાર સભ્ય પાસેથી પેનલ્ટી સાથેની પૂરેપૂરી રકમ વસુલાશે. 100 ટકા દ્સ્તાવેજ થાય તો જ રિડેવલપમેન્ટની પ્રક્રિયા વેગવંતી બની શકે છે.
બોર્ડના સુત્રો કહ્યું કે, મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના હેઠળ તા.21.11.23થી ગુજરાત હાઉસીંગ બોર્ડ અને સ્લમ ક્લીયરન્સ સેલના રહીશો દ્વારા તા.31-3-24 સુધીમાં હપ્તાની પૂરેપૂરી રકમ ભરપાઇ કરવામાં આવે તો પેનલ્ટીની રકમમાંથી સંપૂર્ણ માફી આપવાની યોજના રાજ્ય સરકાર દ્વારા ફરી લાવવામાં આવી છે. મકાનના હપ્તાની બાકી રકમ ભરનાર સભ્ય પોતાના મકાનનો માલિક પણ બની છે. પરંતુ મકાન માલિકો પેનલ્ટી માફીની યોજના હોવા છતાં મકાન માલિકો રસ નહીં લેતા હોવા પાછળનું મુખ્ય કારણ આર્થિક પરિસ્થિતી છે. એક સાથે રકમ કાઢવી મુશ્કેલ છે. જેથી માત્ર જરુરિયાત હોય તેવા ગણતરીના લોકો જ પેનલ્ટી માફીનો લાભ લેવા ઇચ્છા ધરાવે છે. આ સોસાયટીઓમાં 100 ટકા દસ્તાવેજ થયા નહીં હોવાથી રિડેવલપમેન્ટની પ્રક્રિયા પણ થઇ શકતી નથી. રિડેવલપમેન્ટ પ્રક્રિયાની રાહ જોઇને બેઠેલા સભ્યોએ કહ્યું કે, સરકારે જ રસ્તો કાઢવો જોઇએ. રિડેવલપમેન્ટનું કામ કરનાર ડેવલપર્સ દ્વારા હપ્તાની રકમ ભરાય તેવી વ્યવસ્થા બોર્ડે કરવી જોઇએ.


