- મિત્રને કુટેવ અને કુમાર્ગ પર જતો અટકાવે તે જ સાચો મિત્ર છેઃ હર્ષ સંઘવી
- મોટી સંખ્યામા શાળામા વિદ્યાર્થીઓ-વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા
- દાતાઓને શાળામા યોગદાન આપવા બદલ શુભેચ્છા પાઠવી હતી
પેટલાદ ખાતે આવેલા સ્વામી સચ્ચિદાનંદ વિદ્યાસંકુલની વેસ્ટર્ન ઇંગ્લીશ મિડીયમ સ્કુલના 17મા વાર્ષિકોત્સવની ઉજવણી પ્રસંગે પદ્મભુષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામા આવી હતી.
આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યુ કે મિત્રતામા મિત્રને સાથ આપવોએ ખુબજ જરૂરી છે પરંતુ જે મિત્રને કુટેવ અને કુમાર્ગ પર જતો અટકાવે તે જ સાચો મિત્ર હોય છે. ડ્ગ્સ અંગેની પ્રશંસનીય કામગીરી કરનાર પ્રવિણકુમાર મીણાની ટીમને ગૃહમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદજીએ સંતુલિત દામ્પત્યજીવનનો આધાર સ્ત્રી અને પુરૂષ બન્નેની પરસ્પર સમજણ અને સહકાર પર નિર્ભર કરે છે પરંતુ સફળ દામ્પત્યજીવન સ્ત્રીઓનું યોગદાન ખુબજ મહત્વનું હોય છે. તેમ જણાવી સ્વામીએ શળાના બાળકો દ્વારા રજુ કરવામા આવેલી સાંસ્કૃત્તિક નાટિકાઓ અને મનોરંજક કૃત્તિઓની પ્રશંસા કરી શાળાના બાળકોને પ્રોત્સાહન પુરૂ પાડયુ હતું અને દાતાઓને શાળામા યોગદાન આપવા બદલ શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવિમકુમાર, પ્રાંત અધિકારી, દાતાઓ, ટ્સ્ટીઓ તેમજ અન્ય મહેમાનો અને મોટી સંખ્યામા શાળામા વિદ્યાર્થીઓ-વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.


