- મોટર પંપનો ઓર્ડર આપી રૂપિયા પડાવ્યાના
- કંપનીના ભાગીદારે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી
- આરોપીઓએ 87 કરોડથી વધુ કિંમતનો બોગસ ઓર્ડર આપ્યો
રાજકોટની એક કંપની સાથે રૂપિયા 19 કરોડની છેતરપિંડી થઇ છે. જેમાં આસામ સરકારના કાઉન્સિલના નામે છેતરપિંડી કરવામાં આવી છે. તેમાં મોટર પંપનો ઓર્ડર આપી રૂપિયા પડાવ્યાના આરોપ લગાવવામાં આવ્યો છે. જેમાં કંપનીના ભાગીદારે આજીડેમ પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી છે.
6 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવી
6 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીઓએ રૂપિયા 87 કરોડથી વધુનો બોગસ ઓર્ડર આપ્યો હતો. તેમાં 87 કરોડ પૈકી 14 કરોડથી વધુના મોટર પંપ મેળવ્યા હતા. જેમાં આસામ સરકારના કાઉન્સિલના નામે છેતરપિંડી કરવામાં આવી છે. મોટર પંપનો ઓર્ડર આપી જુદા જુદા ચાર્જના નામે છેતરપિંડી કરાઈ છે. તેમાં કંપનીના ભાગીદાર દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે 6 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ ફરીયાદ નોંધવામાં આવી છે.
આરોપીઓ દ્વારા 87 કરોડથી વધુ કિંમતનો બોગસ ઓર્ડર આપવામાં આવ્યો
આરોપીઓ દ્વારા 87 કરોડથી વધુ કિંમતનો બોગસ ઓર્ડર આપવામાં આવ્યો હતો. તેમાં આરોપીઓ દ્વારા 87 કરોડ પૈકી 14 કરોડથી વધુના મોટર પંપ મેળવવામાં આવ્યા હતા. આસામ સરકારના કાઉન્સિલર હોવાના નામે રાજકોટની ભુવનેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરીયા પાસે આવેલ એક્યુબ એનજીટેક કંપનીનાં ભાગીદારો સાથે મનીષ વિશ્વકર્મા, સમરીત તન્સર, પવન કુમાર શર્મા, ગીરીનંદા, પાર્થ ભારદ્વાજ, ખરગેશ્વર, ભુયાન સહિતના છ જેટલા વ્યક્તિઓએ મોટર પંપનો ઓર્ડર આપી રૂપિયા 18 કરોડ 88 લાખ 75 હજાર રૂપિયાની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે સમગ્ર મામલે કંપનીના ભાગીદાર આશિષ દેસાઈની ફરિયાદના આધારે આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી 420, 419, 465, 467, 468, 471, 472, 475, 120 બી, 406, 255, 260, 114 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.
ફોનમાં વાતચીત કરી વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરી
આરોપીઓ દ્વારા ગુનાહિત કાવતરું રચી ફરિયાદીના નાના ભાઈ સતીશ દેસાઈ સાથે ફોનમાં વાતચીત કરી તેને વિશ્વાસમાં લઈ MATAK AUTONOMOUS COUNCIL DIBRUGARH ASSAMના નામે 35,000 મોટર પંપ જેની રકમ 87 કરોડ 50 લાખનો બોગસ ઓર્ડર આપ્યો હતો. તેમજ પ્રિન્સિપલ સેક્રેટરીના હોદા ઉપર ન હોવા છતાં તેમની બોગસ સહી સિક્કા કરી છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી તેમજ તેમના ભાગીદારોની પેઢી પાસેથી 5650 મોટર પંપ જેની કુલ કિંમત 14 કરોડ 15 લાખના મેળવીને તેમજ ઓર્ડરની સિક્યુરિટી ડિપોઝિટ પેટે 2 કરોડ 14 લાખ તેમજ સેમ્પલ એપ્રુવલ સમયે 1 કરોડ 31 લાખ તો સાથે જ માલની સપ્લાય ચાલુ કરવા 85 લાખ તેમજ કુલ મળીને 4 કરોડ 30 લાખ વસૂલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તો સાથે જ મનીષ વિશ્વકર્મા સહિતનાઓ દ્વારા કન્સલ્ટિંગ ચાર્જ પેટે 43 લાખ 75 હજાર રૂપિયા મળીને કુલ 18 કરોડ 88 લાખ 75 હજાર રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.


