- સાપરાધ મનુષ્યવધની કલમ અંતર્ગત ફરિયાદ નોંધાઈ
- બિલ્ડીંગનાં કોન્ટ્રાક્ટર સહિત ત્રણ વિરૂદ્ધ ગુનો દાખલ
- ડિંડોલી પોલીસે અગાઉ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો
સુરતમાં 14માં માળેથી પટકાતાં 2ના મોત નીપજ્યાં સાપરાધ મનુષ્યવધની કલમ અંતર્ગત નોંધાઈ પોલીસ ફરિયાદ. સુરતની બિલ્ડીંગ કંસ્ટ્રકશન સાઈટ માધવ ક્રેસ્ટમાં પર સગીર સહિત બે લોકોના 14મા માળેથી પટકાતાં મોત થતાં કોન્ટ્રાક્ટર સહિત ત્રણ લોકો વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
બિલ્ડિંગ કંસ્ટ્રકશન સાઈટ માધવ ક્રિએસ્ટા
મળતી માહિતી મુજબ, સુરતના ડિંડોલીમાં આવેલ માધવ ક્રેસ્ટ નામની સાઈટ પર બનાવ બન્યો હતો. જેમાં ડિંડોલી વિસ્તારમાં બિલ્ડિંગ કંસ્ટ્રકશન સાઈટ માધવ ક્રેસ્ટ પર કામ કરી રહેલા મજૂરમાંથી એક સગીર સહિંત બે લોકો 14મા માળેથી નીચે પટકાતાં મોત નીપજ્યું હતું. ડિંડોલે પોલીસને આ અંગેની જાણ થતાં પોલીસે બિલ્ડિંગ કંસ્ટ્રકશન સાઈટ માધવ ક્રેસ્ટ પર જઈ તપાસ કરી હતી અને બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર ભાવેશ પ્રજાપિત વિરુદ્ધ ગુનો નોંધીને સાપરાધ મનુષ્યવધની કલમો અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે.
ડિંડોલીમાં બે મજૂરોમાં એક સીગરનું મોત થતાં
ડિંડોલીમાં બે મજૂરોમાં એક સીગરનું મોત થતાં પોલીસે બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર સહિત પેટા કોન્ટ્રાક્ટર રાકેશ કટારા અને મુકાદમ નાજુડા કટારાને આરોપી બનાવ્યાં હતા અને તેમની વિરુદ્ધ સાપરાધ માનવવધની કલમ ઉમેરી હતી. મહત્ત્વનું છે કે, સુરતની ડિંડોલી પોલીસ દ્વારા અગાઉ માત્ર અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ કરી હતી.


