By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    24 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: 2 IPS, 3 DYSP અને 1 PSI સામે ફરિયાદ થતાં ગુજરાત પોલીસમાં ખળભળાટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
કચ્છન્યૂઝ

2 IPS, 3 DYSP અને 1 PSI સામે ફરિયાદ થતાં ગુજરાત પોલીસમાં ખળભળાટ

agragujaratnews
Last updated: 2024/02/16 at 8:52 PM
2 years ago
Share
2 IPS, 3 DYSP અને 1 PSI સામે ફરિયાદ થતાં ગુજરાત પોલીસમાં ખળભળાટ
SHARE

અપહરણ-ખંડણી કેસમાં ગુન્હો ન નોંધવા બદલ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ

ગુજરાત પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 2 IPS, 3 DYSP અને 1 PSI સામે સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ માટે પશ્ચિમ કચ્છ CID ક્રાઈમમાં 6 પોલીસ અધિકારી સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા કેટલાય સમયથી સામાન્ય લોકોની ફરિયાદ ન લઈને માલેતુજાર લોકોને બચાવવાના આક્ષેપો થઇ રહ્યા છે. તેવામાં બે IPS અધિકારી, ત્રણ DySP અને એક પોલીસ ઇન્સ્પેક્ટર સામે અપહરણ અને ખંડણી માંગવાના ગંભીર કેસમાં ગુન્હો દાખલ કરવાને બદલે આરોપીને બચાવી લેવાની હરકત બદલ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

પૂર્વ કચ્છના બે તત્કાલીન એસપી જી.બારોટ અને ભાવના પટેલ ઉપરાંત ત્રણ ડેપ્યુટી એસપી વિજય ગઢવી, ધનંજય એસ.વાઘેલા અને આર.ડી.દેસાઈ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.ચૌહાણ સામે ભુજ CID ક્રાઇમ દ્વારા ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. બે IPS સહીત છ પોલીસ અધિકારીએ પ્રેમાનંદ નામના વ્યક્તિની ગંભીર ફરિયાદ હોવા છતાં તેની ઉપર કાર્યવાહી કરવાને બદલે ઈલેક્ટ્રો થર્મ (ET)ના માલિક શૈલેષ ભંડારીને સતત બચાવવાનો પ્રયાસ કર્યો હતો. અને છેવટે મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. જયાં આ પોલીસ અધિકારીઓ સહીત કુલ 19 લોકો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

ભુજની CID ક્રાઇમ કચેરી દ્વારા સુપ્રીમ કોર્ટના સ્ટે હટાવી આદેશ બાદ એક મહિના પછી ગુન્હાની નોંધ કરવામાં આવી છે. પોલીસે જાહેર કરેલી માહિતી મુજબ ગાંધીધામ પાસે મેઘપર બોરીચીમાં આવેલા નવરત્ન ડ્રીમમાં રહેતા પ્રેમ લીલારામ શીરવાણી નામના વ્યક્તિએ ઈલેક્ટ્રો થર્મ કંપનીના માલિકો અને તેની સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હોવાનો એકરાર કર્યો છે. આ ગુન્હો ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને પગલે કરવામાં આવ્યો હોવાનું પણ CID ક્રાઇમે કબુલ્યું છે.

IPS ભાવના પટેલ, જી.વી.બારોટ સહીત ત્રણ DySP અને એક PI સતત ક્લોઝિંગ રિપોર્ટ ભરતા રહ્યા હતા. વર્ષ 2015થી શરૂ થયેલા આ સમગ્ર મામલા અપહરણ અને ખંડણીની ગંભીર પ્રકારની ફરિયાદ પુરાવા સાથે આપવા છતાં પૂર્વ કચ્છ – ગાંધીધામના તત્કાલીન એસપી IPS જી.વી.બારોટ અને IPS ભાવનાબેન આર.પટેલ સહીત ત્રણ ડેપ્યુટી એસપી ડી.એસ.વાઘેલા, વિજય ગઢવી અને આર.ડી.દેસાઈ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.ચૌહાણ દ્વારા સતત ક્લોઝિંગ રિપોર્ટ આપીને કઈંજ થયું નથી તેવું રટણ કરવામાં આવતું હતું. 

આ સમગ્ર મામલામાં જેટલી ગંભીર ભૂમિકા શૈલેષ ભંડારી અને તેના માણસોની છે તેટલી જ ભૂમિકા પોલીસ અધિકારીઓની છે. છતાં સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસમાં વિપરીત અસર થશે એવા રૂપાળા બહાના હેઠળ તેમના નામ આપવામાં આવ્યા નથી. વર્ષ 2015થી આ કેસ ચાલી રહ્યો છે. ફરીયાદી દ્વારા પોલીસ સ્ટેશનથી માંડીને ગાંધીધામ એસપી કચેરી, ગાંધીનગર ડીજીપી ઓફિસ અને ગુજરાત હાઇકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટના પગથિયાં ઘસી નાખ્યા છે. ત્યારે પોલીસને કેસની ગંભીરતા ન દેખાઈ હતી. પરંતુ હવે જયારે કોર્ટના આદેશને પગલે પોલીસ અધિકારીઓ સામે ગુન્હો નોંધવો પડ્યો છે ત્યારે ભુજ CID ક્રાઇમને તેમાં ગંભીરતા દેખાઈ રહી છે.

આ કેસના ફરિયાદી પ્રેમ લીલારામ શીરવાણી ETમાં શૈલેષ ભંડારી સાથે કામ કરતા હતા. ET કંપનીમાં ડિરેક્ટર બનાવીને તેમના નામે કરોડો રૂપિયાની લોન લીધા બાદ તેમને પતાવી દેવાનો કારસો ઘડવામાં આવ્યો છે તેવી ગંધ તેમને આવી ગઈ હતી. એટલે તેમણે ડિરેકટર બનવાનું ના કહી દેતા પ્રેમનું અપહરણ કરીને અઠવાડિયા સુધી ગોંધી રાખવામાં આવ્યા હતા. માત્ર એટલું જ નહીં પરંતુ તેમની પત્ની પાસેથી સવા બે કરોડની સુધીની ખંડણી ઉઘરાવ્યા બાદ પણ શૈલેષ ભંડારી વધુ હેરાન કરી રહ્યો હતો. સમગ્ર મામલામાં પ્રેમ પાસે ઓડીયો વીડિયે સહિતના આધાર પુરાવા હતા. છતાં શૈલેષ સામે ફરિયાદ કે કાર્યવાહી કરવાને બદલે પોલીસ તેને સપોર્ટ કરતી હતી. મામલો કોર્ટમાં પહોંચ્યો પછી પણ પોલીસ સતત ET કંપનીના જવાબદારોને બચાવવાનો ભરચક પ્રયાસ કરતી રહી હતી. 

You Might Also Like

મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી

 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ

ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
રાજકોટ

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

Editor By Editor 2 days ago
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?