અમેરિકામાં ફરી એક વખત ફાયરિંગની ઘટના બની છે અને આ ફાયરિંગની ઘટનામાં વધુ 2 ગુજરાતીઓની હત્યા છે. અમેરિકાના વર્જિનિયામાં 2 ગુજરાતીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વર્જિનિયામાં મોલમાં પિતા-પુત્રીને 2 દિવસ પહેલા એક શખ્સ દ્વારા માથાના ભાગમાં ગોળી મારવામાં આવી હતી.
મૃતક પિતા અને પુત્રી મહેસાણા જિલ્લાના કનોડાના વતની
આરોપીએ ગોળી મારતા મોલમાં જ પિતાનું મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલી પુત્રીને 2 દિવસ સુધી સારવાર માટે આઈસીયુમાં દાખલ રાખવામાં આવી હતી, જો કે ત્યારબાદ સારવાર દરમિયાન પુત્રીનું પણ મોત થયું છે. તમને જણાવી દઈએ કે આ બંને પિતા-પુત્રી મહેસાણા જિલ્લાના કનોડા ગામના વતની છે. મૃતક પ્રદીપ રતિલાલ પટેલ અને તેમની દીકરીનું અમેરિકાના વર્જિનિયામાં ફાયરિંગની ઘટનામાં મોત થયું છે, હાલમાં આ સમગ્ર મામલે વર્જિનિયા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
અમેરિકાના ઓકલાહો શહેરમાં હત્યા કરવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે થોડા મહિનાઓ પહેલા પણ અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઈ હતી. જેમાં અમેરિકાના ઓકલાહો શહેરમાં હત્યા કરવામાં આવી હતી. તેમાં મૂળ બીલીમોરાના હેમંત મિસ્ત્રીની હત્યા કરવામાં આવી હતી. જેમાં સામાન ઉઠાવવાની બાબતે બોલાચાલીમાં હત્યા કરવામાં આવી હતી. તેમાં પોલીસે હત્યા કરનાર શખ્સની ધરપકડ કરી હતી. વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં અમેરિકાના ઓકલાહોમાં શહેરમાં આ ઘટના બની હતી. તેમાં મૂળ બીલીમોરાના હેમંત મિસ્ત્રીની વિદેશમાં હત્યા કરવામાં આવી હતી. પોતાનો સામાન ઉઠાવવા જેવી નજીવી બાબતે રિચર્ડ લેવિસ નામના વ્યક્તિએ મોટલ માલિક પર હુમલો કર્યો હતો. જેમાં હુમલામાં માલિક નીચે પટકાતા બેભાન થયા હતા. તેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. તેમજ માલિકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. તેથી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.


