- હિંમતનગર વિરપુર 3 રસ્તા પાસેથી ઝડપાયો ગાંજો
- પોલીસે 6 લાખના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપ્યા
- સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી
રાજ્યમાં નશીલા પદાર્થનું સેવન અને તેનું વેચાણ રોકવા સામે પોલીસ દ્વારા સતત પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં વિવિધ સ્થાનો પરથી અલગ અલગ પ્રકારના નશીલા પદાર્થ મોટી પ્રમાણમાં મળી રહ્યા છે. જેમાં હવે સાબરકાંઠાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં ગાંજો ઝડપાયો છે.
આ અંગેની માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વિરપુર ત્રણ રસ્તા પાસે SOG ને બાદમીને આધારે 17 કિલોથી વધુનો ગાંજ ઝડપી પાડ્યો છે. જેની કિમત અંદાજે 1.72 લાખ થી વધુનો ગાંજો ઝડપાયો છે. જ્યારે બે આરોપીઓની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
આ ઉપરાંત બંને આરોપી પાસેથી અંદાજે રૂ. 6 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પ્રિયસ ગણેશ પંડિત અને વૈભવ દેવેન્દ્રકુમાર સાડપા બંને અમદાવાદના ઈસ્મો છે. જે બંને આરોપીઓ પાસેથી વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠા SOG એ જણાવ્યું કે, ખેડબ્રહ્માના ખેરોજ પાસે શખસે આ કારના બે શખસોને ગાંજો આપ્યો હતો અને આ ગાંજો અમદાવાદ લઇ જતા સોમવારે વહેલી સવારે 3 વાગ્યે વીરપુર બાયપાસ રોડ પરથી કારમાંથી ગાંજા સાથે બે શખસોને ઝડપી લીધા હતા. આપનાર અને લેનાર કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.


