- ન્યુ ચિટોસ એરપોર્ટ બે પ્લેનના પાંખિયા ટકરાયાં
- કૈથ પેસિફિક અને કોરિયન એરલાઇન્સ વચ્ચે ટક્કર
- દુર્ઘટનામાં સદનસીબે કોઈને ઇજા ના થઈ
જાપાનની જાણે કે દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે હજુ થોડા સમય પહેલા આવેલા ભૂકંપે ભારે તારાજી સર્જી હતી તો તેના થોડાક દિવસ દિવસો બાદ બે પ્લેન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જોકે સદનસીબે તેમાં કોઈના મોત નહોતા થયા. ત્યારે આવી જ એક ઘટના ફરી બની છે. જાપાનના હોક્કાઇદોમાં બે પેસેન્જર પ્લેન વચ્ચે ટક્કર થઈ ગઈ. જ્યારે આ દુર્ઘટના ત્યારે બની જ્યારે બંને વિમાન જમીન પર જ હતા. સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈને ઇજા નથી થઈ.
મળતી માહિતી મુજબ, જાપાનની એરલાઇન્સ કૈથ પેસિફિકે જણાવ્યું છે કે જાપાન એરપોર્ટ પર તેમના વિમાનની કોરિયન એરલાઇનના વિમાન સાથે ટક્કર થઈ ગઈ.
કૈથ પેસિફિક દ્વારા જાહેર કરવામાં આવેલ સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કૈથ પેસિફિકે પુષ્ટિ કરી છે કે સાપોરામાં ન્યુ ચિટોસ એરપોર્ટ પર ઊભા રહેલા કૈથ પેસિફિકના વિમાન સાથે આ દુર્ઘટના ઘટી છે. અમારા વિમાનની ત્યાં હાજર કોરિયન એર એ330 વિમાન સાથે ટક્કર થઈ ગઈ. સદનસીબે, અમારા વિમાનમાં કોઈ જ મુસાફર નહોતા. પરંતુ જ્યારે ઘટના બની ત્યારે કોરિયન વિમાનમાં 289 મુસાફરો હાજર હતા.
કેવી રીતે થઈ ટક્કર
એક અધિકારીએ જણાવ્યું કે જાપાનના હોક્કાઇદોના ન્યુ ચિટોસ એરપોર્ટ પર કૈથ પેસિફિક એરવેઝ અને કોરિયન એરલાઇન્સના વિમાનોના પાંખિયા એકબીજા સાથે અથડાઇ ગયા હતા. આ દુર્ઘટનાનું કારણ એરપોર્ટના રન-વે પર જામેલ બરફ હોવાનું માનવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે કૈથ પેસિફિકના વિમાનમાં કોઈ મુસાફર ન હતા. જ્યારે, કોરિયન એરલાઇન્સના વિમાનોમાં 289 મુસાફરો સવાર હતા.


