– ભાવને અંકૂશમાં રાખવા સરકાર પ્રયત્નશીલ
Updated: Oct 15th, 2023
મુંબઈ : દેશમાંથી ચોખાની નિકાસ પર નિયંત્રણ રાખવાના ભાગરૂપ ઉકળા ચોખા પરની નિકાસ ડયૂટી આગામી વર્ષના ૩૧મી માર્ચ સુધી લંબાવવામાં આવી છે.
ઘરઆંગણે ચોખાનો સ્ટોકસ સાનુકૂળ સ્તરે રાખી ભાવ અંકૂશમાં રાખવાના હેતુ સાથે સરકારે વર્તમાન વર્ષના ઓગસ્ટમાં ઉકળા ચોખાની નિકાસ પર વીસ ટકા એકસપોર્ટ ડયૂટી લાગુ કરી હતી. આ ડયૂટી ૧૬ ઓકટોબર સુધી લાગુ કરાઈ હતી જે લંબાવાઈ છે.
દેશમાંથી ચોખાની નિકાસ પર અંકૂશ લાવવા દરેક પ્રકારના નોન-બાસમતિ ચોખા પર નિયમનો લાગુ કરવામાં આવ્યા છે.
દેશમાંથી ચોખાની કુલ નિકાસમાં નોન-બાસમતિ વ્હાઈટ ચોખાનો હિસ્સો અંદાજે ૨૫ ટકા રહે છે. ઘરઆંગણે પૂરવઠો વધારવા સરકારે જુલાઈમાં નોન-બાસમતિ વ્હાઈટ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકયો છે. ગયા વર્ષના સપ્ટેમ્બરમાં સરકારે ટૂકડા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકયો હતો.