By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: 2014 પહેલાંની આર્થિક સ્થિતિની ઝલક માટે શ્વેતપત્ર, જાણો તે શું છે અને
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

2014 પહેલાંની આર્થિક સ્થિતિની ઝલક માટે શ્વેતપત્ર, જાણો તે શું છે અને

agragujaratnews
Last updated: 2024/02/09 at 11:44 AM
2 years ago
Share
2014 પહેલાંની આર્થિક સ્થિતિની ઝલક માટે શ્વેતપત્ર, જાણો તે શું છે અને
SHARE

  • 102 વર્ષ પહેલાં 1922માં બ્રિટનમાં શ્વેતપત્ર પ્રસિદ્ધ કરવાની શરૂઆત થઇ
  • કોઇ વિસ્તૃત જાણકારીનો સારાંશ શ્વેતપત્રમાં સામેલ હોય છે
  • યુપીએ સરકારના આર્થિક મિસમેનેજમેન્ટ વિશે શ્વેતપત્ર લવાયું

સંસદના વર્તમાન બજેટ સત્ર દરમિયાન સરકારે યુપીએ સરકારના શાસનકાળ દરમિયાન થયેલા આર્થિક મિસમેનેજમેન્ટ પર શ્વેતપત્ર જાહેર કરવાનું એલાન કર્યુ હતું. આ શ્વેતપત્ર મારફત સરકાર દેશની અર્થવ્યવસ્થા પર 2014 પહેલાં લેવાયેલા આર્થિક નિર્ણયોથી થયેલી અસરો વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપી છે. શ્વેતપત્રની શરૂઆત ક્યારે થઇ હતી અને તેનો અર્થ શું છે તેમજ તેનો ઉપયોગ કયા કામો માટે કરવામાં આવે છે? આપણે તે જાણીએ.

નાણાપ્રધાને બજેટ ભાષણમાં શ્વેતપત્ર અંગે શું કહ્યું હતું?

તાજેતરમાં રજૂ કરાયેલા 2024 માટેના પોતાના વચગાળાના બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને યુપીએ સરકાર દરમિયાન લેવાયેલા આર્થિક નિર્ણયો અને તેના કારણે દેશ પર પડેલી ખોટી અસર વિશે શ્વેતપત્ર લાવવાની જાહેરાત કરી હતી. પોતાના વચગાળાના બજેટ ભાષણમાં નાણાપ્રધાને કહ્યું હતું કે વર્ષ 2014માં જ્યારે અમારી સરકારે દેશનું નેતૃત્વ સંભાળ્યું હતું તે સમયે તબક્કાવાર રીતે અર્થતંત્રને દુરસ્ત કરવાની અને શાસન પ્રણાલીને સાચા માર્ગે લાવવાની જવાબદારી બહુ મોટી હતી. સમયની માગ હતી કે લોકોને આશાનાં કિરણો દેખાય, રોકાણ આકર્ષિત કરવામાં આવી શકે અને સુધારા માટે જરૂરી સમર્થન એકઠું કરી શકાય. સરકારે રાષ્ટ્ર પ્રથમના મજબૂત વિશ્વાસ સાથે તેને પ્રાપ્ત કર્યુ હતું.

સરકારના શ્વેતપત્રથી શું ખબર પડશે?

કેન્દ્રીય નાણાપ્રધાને ત્યારની અને વર્તમાન સમયની અર્થવ્યવસ્થા પર વાત કરતા કહ્યું હતું કે તે વર્ષોના સંકટોથી છુટકારો મેળવી લેવાયો છે અને હાલ આપણું અર્થતંત્ર સર્વાંગી વિકાસની સાથે ઉચ્ચ ટકાઉ વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. નાણાપ્રધાને જાહેરાત કરી હતી સરકાર અર્થતંત્ર પર ગૃહના પટલ પર શ્વેતપત્ર રજૂ કરશે, જેથી આ જાણી શકાય કે વર્ષ 2014 સુધી આપણે ક્યાં હતા અને હવે ક્યાં છીએ. તેમણે કહ્યું હતું કે શ્વેતપત્રનો આશય તે વર્ષના મિસમેનેજમેન્ટથી પદાર્થપાઠ શિખવાનો છે.

શ્વેતપત્ર શું હોય છે?

શ્વેતપત્રની શરૂઆત 102 વર્ષ પહેલાં 1922માં થઇ હતી. તે કોઇ વિષય વિશે જાણીતી માહિતી અથવા એક સર્વેક્ષણ કે અભ્યાસના પરિણામનો સારાંશ હોય છે. શ્વેતપત્ર કોઇપણ વિષયને લગતો હોઇ શકે છે પરંતુ તે હંમેશાં વસ્તુઓની કામ કરવાની રીતને સારી બનાવવા માટે સલાહ-સૂચન આપે છે. સામાન્ય રીતે સરકાર દ્વારા અનુવર્તી કાર્યવાહી અથવા ઓછામાં ઓછા એક નિષ્કર્ષ માટે પ્રસિદ્ધ કરાય છે. એક શ્વેતપત્ર સરકાર, કંપની અથવા બિનલાભકારી સંગઠન દ્વારા પ્રસિદ્ધ એક સૂચનાત્મક દસ્તાવેજ છે જે કોઇ સમાધાન, પ્રોડક્ટ અથવા સેવાની વિશેષતાને પ્રોત્સાહિત કરવા અથવા ઉઘાડી પાડવા માટે ઇશ્યૂ કરવામાં આવે છે. શ્વેતપત્રનો ઉપયોગ સરકારી નીતિઓ અને કાયદાને પ્રસ્તુત કરવા અને જનતાના અભિપ્રાયનું આકલન કરવાની એક વિધિના રૂપમાં પણ કરવામાં આવે છે.

શ્વેતપત્ર કોણ પ્રસિદ્ધ કરી શકે છે?

સરકાર ઉપરાંત કોઇપણ સંસ્થા, કંપની, ઓર્ગેનાઇઝેશન દ્વારા શ્વેતપત્રને પ્રસિદ્ધ કરવામાં આવી શકે છે. જેમાં તે પોતાના ગ્રાહકો, કર્મચારીઓ અથવા જનતાને પોતાની પ્રોડક્ટ્સની વિસ્તૃત જાણકારી પ્રદાન કરી શકે છે. તે ઉપરાંત ઘણી સંસ્થા પોતાના દ્વારા શરૂ કરવામાં આવેલી ટેક્નિકનો પ્રચાર-પ્રસાર કરવા માટે પણ શ્વેતપત્ર પ્રસિદ્ધ કરે છે જેથી તે સામાન્ય લોકો સુધી પહોંચી શકે.

શ્વેતપત્રમાં શું-શું હોય છે?

આર્થિક બાબતો સાથે જોડાયેલા શ્વેતપત્રમાં સરકાર અથવા કોઇ સંસ્થાની કમીઓ, તેનાથી થનારાં દુષ્પરિણામો અને સુધારા કરવા માટેના સલાહ-સૂચનો જેવા વિષય હોય છે. જ્યારે પ્રોડક્ટ કે ટેક્નિક સાથે જોડાયેલા શ્વેતપત્રમાં તે પ્રોડક્ટ કે ટેક્નિક સાથે જોડાયેલી વિવિધ જાણકારીઓ સામેલ હોય છે. દાખલા તરીકે તે ટેક્નિકને કારણે મળનારી સુવિધાઓ, તેનો ઉપયોગ કરવાની રીત અને જરૂરી વાતાવરણ તેમજ તે અન્ય ટેક્નિક કરતાં કઇ રીતે અલગ છે, તેની કિંમત વગેરે જાણકારી તેમાં સામેલ હોય છે.

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
RMCની ચૂંટણી માટે ભાજપ દ્વારા મૂરતીયા પસંદગીનો પ્રારંભ
રાજકોટ

RMCની ચૂંટણી માટે ભાજપ દ્વારા મૂરતીયા પસંદગીનો પ્રારંભ

Editor By Editor 3 hours ago
વિસાવદરના ખોડિયારપરામાં બોલેરો ચાલકે હડફેટે લેતા ૮ વર્ષના માસૂમનું મોત
જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા
રાજકોટ RTOની નવી કચેરીનું આજે CMનાં હસ્તે લોકાર્પણ
ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?