- ટીમ ઈન્ડિયા 5 વખત જીતી ચૂકી છે U19 World Cupનો ખિતાબ
- ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચેની આજની ફાઈનલમાં જીતશે ભારત
- મેચ બપોર 1.30 મિનિટે વિલોમૂર પાર્કમાં શરૂ થશે
આજે ભારતીય અંડર -19 ટીમ 2023 વનડે વર્લ્ડ કપ ફાઈનલમાં મળેલી હારનો બદલો લેવાના ઈરાદાથી મેદાનમાં આવશે. 2023 વિશ્વ કપની જેમ 2024 અંડર 19 વર્લ્ડ કપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાશે. આ મેચ બેનોનીના વિલોમૂર પાર્કમાં રમાશે. મેચની શરૂઆત ભારતીય સમય અનુસાર બપોરે 1.30 કલાકે થશે.
ખિતાબ જીતવા માટે ભારતીય ટીમ પ્રબળ દાવેદાર
ભારતીય ટીમ 2024 અંડર -19 વર્લ્ડકપનો ખિતાબ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં 5 વખત અંડર-19 વર્લ્ડ કપ જીત્યો છે. તો 2 વાર બ્લૂ બ્રિગેડે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો કાંગારુ ટીમ 3 વાર અંડર-19 વર્લ્ડ કપ જીતી છે. તો જાણો આ વખતે ભારતના કયા ખેલાડીઓ કમાલ કરશે.
મુશીર ખાન
ભારતીય બેટ્સમેન મુશીર ખાન બેટિંગની સાથે સાથે બોલિંગમાં પણ કમાલ કરી શકે છે. ટૂર્નામેન્ટમાં બીજા સૌથી વધારે રન બનાવનારા આ બેટ્સમેન ખાસ રહેશે. મુશીરે 6 મેચમાં 67.60ની સરેરાશથી 100થી વધારે સ્ટ્રાઈક રેટથી 338 રન બનાવ્યા છે. જરૂર પડશે તો તે બોલિંગ પણ કરી શકે છે અને વિકેટ પણ લઈ શકે છે.
ઉદય સહારન
ભારતીય ટીમના કેપ્ટન ઉદય સહારનને હાલમાં ફાઈનલ મેચમાં બેટથી કમાલ કરવાનો રહેશે. ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવનારા આ બેટ્સમેન છે. 6 મેચમાં લગભગ 65ની સરેરાશથી 389 રન બનાવી ચૂક્યા છે.
સચિન ઘાસ
સેમિફાઈનલમાં ભારતની જીતના હીરો રહેલા સચિનનું બેટ ફાઈનલમાં પણ ચાલી ગયું તો કાંગારુઓની ખેર નથી. સચિને ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 6 મેચમાં 73.50ની સરેરાશથી 294 રન બનાવ્યા છે. ટૂર્નામેન્ટમાં ત્રીજા સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેન છે.
સૌમ્ય પાંડે
આ ત્રીજા સ્ટાર બેટ્સમેનના બાદ સૌમ્ય પાંડેની બોલિંગ કાંગારુઓ પર ભારે પડી શકે છે. ભારતીય ટીમના આ સ્પિનરને ભારતના આવનારા સમયના જાડેજા માનવામાં આવે છે. 6 મેચમાં સૌમ્ય પાંડે 17 વિકેટ લઈ ચૂક્યા છે.
નમન તિવારી
લેફ્ટ હાથના ફાસ્ટ બોલર નમન તિવારી પણ ફાઈનલમાં ભારતની જીતના હીરો બની શકે છે. નમને ટૂર્નામેન્ટમાં 5 મેચમાં 10 વિકેટ લીધી છે. એવામાં ફાઈનલમાં નમન કાંગારુઓના કાળ બની શકે છે.


