By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: 2025નું રિયલ એસ્ટેટ : સૌથી વધુ મોરબી રોડ, મવડી, રૈયા વિસ્તારે પકડી જેટ ગતિ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

2025નું રિયલ એસ્ટેટ : સૌથી વધુ મોરબી રોડ, મવડી, રૈયા વિસ્તારે પકડી જેટ ગતિ

Editor
Last updated: 2026/01/20 at 3:08 PM
2 months ago
Share
2025નું રિયલ એસ્ટેટ : સૌથી વધુ મોરબી રોડ, મવડી, રૈયા વિસ્તારે પકડી જેટ ગતિ
SHARE

રાજકોટ મદદનીશ નોંધણી સર નિરીક્ષક કચેરી હેઠળના ૧૮ ઝોનમાં કલેન્ડર વર્ષ ૨૦૨૫માં થયા અધધધ…1 લાખ 55 હજાર 466 દસ્તાવેજ થયા

સૌથી વધુ માધાપર ચોકડી બ્રિજ ઉતરતા બેડી ચોકડી તરફના બન્ને ભાગ કે જેમા રેલનગર, રોણકી, સંતોષીનગર, સાધુ વાસવાણી કુંજ રોડ, બેડી ચોકડીથી મોરબી રોડ જુના જકાત નાકા તરફની બન્ને બાજુ સહિતના વિસ્તારો જમીન-મકાનના સોદા થયા,  20334 નવા દસ્તાવેજ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના સીમાડા કૂદકેને ભૂસકે વિસ્તરી રહ્યા છે. શહેર ખરા અર્થમાં રિયલ એસ્ટેટનું હબ બનતુ જાય છે. રાજકોટ જ નહીં પણ ગુજરાત બહારના મોટાગજાના ડેવલપર્સ અહીં પોતાના પ્રોજેક્ટ મુકવા લાગ્યા છે. છેલ્લા એક દાયકામાં બાંધકામ ઉદ્યોગે જેટગતિ પકડી છે. સિંગલ યુનિટથી માંડી, રો-હાઉસ, લો-રાઇઝ, હાઇરાઇઝ મળી રોકાણ માટે ઇન્વેસ્ટરો રાજકોટ પસંદ કરી રહ્યા છે. વર્ષો પહેલા એક જ ટ્રેડ હતો, નવા બાંધકામ માત્ર કાલાવડ રોડ અને નવા દોઢસો ફૂટ રિંગરોડ પર જ મુકાતા હતા. પરંતુ હવે ટ્રેન્ડ બદલી રહ્યો છે. શહેરના સર્વાંગી વિસ્તારમાં રિયલ એસ્ટેટના સુરજનો પ્રકાશ પથરાવા લાગ્યો છે. શહેરના વિકસતા સમાડામાં કોઠારિયા, જામનગર રોડ, મવડી-વાવડી, મોરબી રોડ-રોણકી, અને પૂર્વ ઝોનમાં પણ અગાઉ કરતા હવે વધુ જમીન-મકાનના સોદા થવા લાગ્યા છે. એટલુ જ નહીં નવા બાંધકામના પ્લાન પણ શહેરના તમામ સર્વાંગી વિસ્તારમાં મુકાવા લાગ્યા છે. ઉક્ત તમામ વિસ્તારોમાંથી જમીન-મકાનના સોદા માટે હોટ ફેવરીટની પસંદગી કરવાની વાત આવે તો ગત કલેન્ડર વર્ષ ૨૦૨૫-૨૬માં સૌથી વધુ મોરબી રોડ વિસ્તાર એટલે કે રેલનગર, રોણકી, માધાપર પુલ ઉતરીને બેડી ચોકડી તરફના બન્ને વિસ્તાર સહિત રાજકોટ-૨ સબ રજીસ્ટર કચેરીમાં ૨૦33૪ દસ્તાવેજ નોંધણી થઇ છે.  રાજકોટ મદદનીશ નોંધણી સર નિરીક્ષક કચેરી હેઠળ આવતા જિલ્લાના તમામ ૧૮ ઝોનના આંકડા જોઇએ તો વર્તમાન ટ્રેન્ડમાં માધાપર ચોકડી બ્રિજ ઉતરતા બેડી ચોકડી તરફના બન્ને ભાગ કે જેમા રેલનગર, રોણકી, સંતોષીનગર, સાધુ વાસવાણી કુંજ રોડ, બેડી ચોકડીથી મોરબી રોડ જુના જકાત નાકા તરફની બન્ને બાજુ સહિતના વિસ્તારો જમીન-મકાનના સોદા માટે હોટ ફેવરિટ બન્યા છે. શહેરમાં સૌથી વધુ દસ્તાવેજ આ વિસ્તારમાં થયા હોવાના સતાવાર આંકડા સામે આવ્યા છે.

અમદાવાદ, સુરત, વડોદરા કરતા પણ રાજકોટમાં જમીનના ભાવ સળગ્યા

છતા નવા બાંધકામનો ગ્રોથ વધ્યો, બહારથી માઇગ્રેટ થઇને રાજકોટ સ્થાયી થવાનું પ્રમાણ વધ્યુ

સૌરાષ્ટ્રનું કેપીટલ રાજકોટ રિયલ એસ્ટેટ ક્ષેત્રે અમદાવાદ, સુરતને ટક્કર આપવા લાગ્યું છે. બહારથી માઇગ્રેટ થઇને રાજકોટ સ્થાયી થવાનું પ્રમાણ પણ વધ્યુ છે. રાજ્યના અમદાવાદ, સુરત અને વડોદરા કરતા પણ રાજકોટમાં જમીન મકાનના ભાવ આસમાને છે. નાના મકાનથી માંડી ફ્લેટના ભાવ રાજ્યના અન્ય મહાનગરો કરતા વધુ હોવા છતાં કોઇ નવો પ્રોજકટ મુકાય એટલે ગણતરીના દિવસોમાં જ બુકિંગ થઇ જાય છે. ખાસ કરીને વિકાસની એક નવી દિશા મોરબી રોડ પર જેટગતિએ આગળ ધપી રહી છે.

હાફ રિંગરોડ વાવડી-મવડીને ફળ્યો, દસ્તાવેજ નોંધણીમાં બીજા ક્રમે

વાવડીની ભાગોળેથી એક હાફ રિંગરોડ કાઢવામા આવ્યો છે. જેના કારણે રેસીડેન્સીયલ બાંધકામને વધુ વેગ મળ્યો છે. આ હાફ રિંગરોડ વોર્ડ નં.૧૮ને ફળ્યો છે. જ્યારે કોઠારિયામાં ટીપી સ્કીમ મહાપાલિકાએ સંભાળી લેતાં નવા બાંધકામ માટે લાભદાયક રહ્યું છે. વધુમાં આ બન્ને વિસ્તાર મહાપાલિકામાં ભળતા તંત્ર દ્વારા રોડ, લાઇટ, પાણી, આરોગ્ય સહિતની સુવિધા માટે માળખુ બનાવવામા આવતા રહેણાંક વિસ્તારનો વિકાસ વધુ ઝડપે વિસ્તર્યો છે. રાજકોટ મનપા વિસ્તાર અને રૂડા હેઠળ આવતા વાવડી-મવડી ગામતળના વિસ્તારોમાં પણ નવા દસ્તાવેજ નોંધણી વધુ થયા છે. મોરબી રોડ બાદ બીજા ક્રમે વાવડી-મવડી વિસ્તારમાં રિયલ એસ્ટેટનો ગ્રોથ પાછલા ૨૦૨૫ના વર્ષમાં જોવા મળ્યો છે.

૨૦૨૫-૨૦૨૬માં રાજકોટ જિલ્લા ડીવીઝન સબ રજીસ્ટર હેઠળના ક્યા ઝોનમાં કેટલા દસ્તાવેજ

ઝોન – દસ્તાવેજ નોંધણીની સંખ્યા – ફીની રકમ

રાજકોટ ૨(મોરબી રોડ) – ૨૦33૪ – ૧૦૭૨3૬3૭૧૮

રાજકોટ ૬(મવડી-વાવડી) – ૧૫૦૭૯ – ૮૪૨૫૨3૦3૬

ગોંડલ – ૧૪3૯૯ – ૬૮૬૭૦૨૮3૨

રાજકોટ ૪(રૈયા) – ૧૨૬૪૦ – ૮૧૫૯૬૬૦૮૧

રાજકોટ 3(રતનપર) – ૧૧3૬3 – ૮3૯૨૧૫33૯

રાજકોટ ૧ (સિટી) – ૧૦3૨૨ – ૫૫૯3૦૮૯૯૭

લોધિકા – ૯૯૦૬ – ૬૧3૯૧3૧૦૪

રાજકોટ ૫ (મવા) – ૮૮૧3 – ૯33૯૭૯૯૭૨

રાજકોટ ૮ (રૂરલ) – ૮૫૬૬ – ૫૦૦૪૭૭૬૭૯

જેતપુર – ૮૧૧૬ – 3૨૯૪3૫૬૭૬

કોટડસાંગાણી – ૫૭૪3 – 3૦૭૫૬૧૫૦૫

જસદણ – ૫૪૯૬ – ૧૯૭૪3૭૭૪૫

ઉપલેટા – ૫૨૪૭ – ૨૬૧૧3૪૪૪૨

ધોરાજી – 3૯૭૨ – ૧૫૬૨૦૪૨૧૮

પડધરી – ૨૯૨૭ – ૧૪૬૧૫૬3૮૪

જામકંડોરણા – ૧૨૦૫ – ૧૯૭૧૦૫૭3

વીંછિયા – ૯૮૫ – ૧૮૨૬૧૬૨3

પૂર્વ ઝોને ઇતિહાસ સર્જ્યો, નવા બાંધકામ પ્લાનમાં મોખરે

રોણકી, રેલનગર, કોઠારિયા, મોરબી રોડ પર રિયલ એસ્ટેટની જેટગતિએ આગેકૂચ

છેલ્લા એક વર્ષમાં શહેરના ત્રણ ઝોનમાંથી સૌથી વધુ ઇસ્ટ ઝોન હેઠળ આવતા વોર્ડમાં બાંધકામ પ્લાન RMCની ટીપી શાખામાં મુકાયા

અત્યાર સુધી એવુ જોવા મળતુ હતુ કે, પશ્ચિમ એટલે કે કાલાવડ રોડ, નવો રિંગરોડ, માધાપર, ઘંટેશ્વર, મોટામવા સર્વે નંબર હેઠળ આવતા વિસ્તારોમાં રિયલ એસ્ટેટમાં તેજી હતી. પણ આ હવે ઇસ્ટ ઝોન એટલે કે, સામાકાંઠા વિસ્તારમાં બાંધકામ વિકાસ પૂરપાટ દોડ્યો

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના પૂર્વ ઝોન વિસ્તારમાં રિયલ અસ્ટેટે છેલ્લા એક વર્ષમાં ઇતિહાસ સજર્યો છે. અત્યાર સુધી એવુ જોવા મળતુ હતુ કે, ન્યૂ રાજકોટ એટલે કે પશ્ચિમ વિસ્તારમાં બાંધકામ પ્લાન વધુ મુકાતા હતા. પરંતુ છેલ્લા એક વર્ષમાં મનપાની ઇસ્ટ ઝોન કચેરીમાં ખાસ કરીને રોણકી, રેલનગર, કોઠારિયા, મોરબી, માધાપર સર્વે નંબરમાં સૌથી વધુ બાંધકામ પ્લાન મુકાયા છે.

પાછલા કેટલાક વર્ષોમાં માત્ર રાજકોટના જ નહીં પણ ગુજરાત બહાર ખાસ કરીને મુંબઇ જેવા મેટ્રો સિટીના ડેવલપર્સ રાજકોટમાં નવા પ્રોજેક્ટ મુકી રહ્યા છે. પાછલા એક વર્ષમાં કેટલા નવા બાંધકામ પ્રોજેક્ટ મુકાયા તેનો સતાવાર આંકડો મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખામાંથી મળતા ગત નાણાકીય વર્ષમાં ત્રણેય ઝોનમાં મળીને કુલ નાના-મોટા ૭૬૦૦ બાંધકામ પ્લાન મુકાયા હોવાનું મનપાની ટીપી શાખામાંથી જાણવા મળે છે. અત્યાર સુધી એવુ જોવા મળતુ હતુ કે, પશ્ચિમ એટલે કે કાલાવડ રોડ, નવો રિંગરોડ, માધાપર, ઘંટેશ્વર, મોટામવા સર્વે નંબર હેઠળ આવતા વિસ્તારોમાં રિયલ એસ્ટેટમાં તેજી હતી. પણ આ હવે ઇસ્ટ ઝોન એટલે કે, સામાકાંઠા વિસ્તારમાં બાંધકામ વિકાસ પૂરપાટ દોડ્યો છે. જેમા મોરબી રોડ, રેલનગર, રોણકી, કોઠારિયા રોડ વિસ્તારમાં સૌથી વધુ નવા બાંધકામના પ્લાન મુકાયા છે. પશ્ચિમ રાજકોટ કરતા પૂર્વ રાજકોટમાં 50 ટકા વધુ પ્લાન મંજૂર થયા છે તો સેન્ટ્રલ ઝોન કરતા અઢી ગણા વધુ બિલ્ડીંગના કામ પૂર્વમાં ચાલી રહ્યા છે. આટલા વર્ષોમાં પહેલી વખત એવું બન્યું છે કે વેસ્ટના બદલે ઇસ્ટ ઝોન બિલ્ડીંગ પ્લાનની બાબતમાં આગળ નીકળી ગયો છે. વર્ષો પહેલા સામાકાંઠે એપાર્ટમેન્ટનો બહુ ટ્રેન્ડ ન હતો, પરંતુ હવે ઇસ્ટ ઝોન હેઠળ આવતા વિસ્તારોમાં ફલેટ બનવા લાગ્યા છે. વાજબી બજેટના કારણે ઇસ્ટ ઝોન રિયલ એસ્ટેટમાં આગળ વધ્યો છે.

મહાપાલિકાએ મંજૂર કરેલા પ્લાનના આંકડા પર નજર કરીએ તો પાછલા વર્ષમાં કુલ ૭૬૦૦થી વધુ પ્લાનની મંજૂરી આપવામાં આવી હતી. ટીપી શાખાએ ઓનલાઇન પ્લાન સેન્ટ્રલ ઝોનમાં ૧૪૦૧થી વધુ, ઇસ્ટ ઝોનમાં 3૫૭૬થી વધુ અને વેસ્ટ ઝોનમાં ૨૦૧૫થી વધુ મંજૂર કર્યા છે. તો ઓફલાઇન પ્લાનમાં સેન્ટ્રલ ઝોનમાં ૧૭૦, ઇસ્ટ ઝોનમાં ૯7 અને વેસ્ટ ઝોનમાં 341 છે. એટલે કે કુલ ૭૬૦૦થી વધુ નવા બાંધકામ પ્લાન ઓનલાઇન અને ઓફલાઇન  મંજૂર થયા છે. અને હાલ ત્રણેય ઝોનની ટીપી શાખામાં ૧૪૦૦થી વધુ નવા બાંધકામ પ્લાન પ્રોસેસમાં હોવાનું જાણવા મળે છે.

પશ્ચિમ રાજકોટની વાત કરીએ તો ગૌરવપથ સહિતના વેસ્ટ ઝોનમાં છેલ્લા વર્ષોમાં ભવ્ય અને લકઝરીયસ ડેવલપમેન્ટ થયા છે. મોટા રસ્તાની ઉપલબ્ધિના કારણે ગગનચુંબી ઇમારતો બની છે.  હવે નજીકના ભવિષ્યમાં 40-40 માળના બિલ્ડીંગ પ્રોજેકટ પણ મુકાવાના છે.

પશ્ર્ચિમ રાજકોટની સરખામણીએ પૂર્વ રાજકોટનો વિકાસ ધીમો હોવાની છાપ વચ્ચે સરકાર અને મહાપાલિકાએ કરોડોના કામો મૂકયા છે અને ચાલી પણ રહ્યા છે. ગ્રીનલેન્ડ ચોકડી, મોરબી રોડ, સંતકબીર રોડ, પેડક રોડ, માંડા ડુંગર, કોઠારીયા રોડ, આજી ડેમ આજુબાજુના વિસ્તારોમાં બાંધકામ ઉદ્યોગ ધમધમી રહ્યો છે. ટેર્નામેન્ટ બાદ હવે કુવાડવા રોડ, રણછોડનગર, મોરબી રોડ સહિતના  ઘણા રહેણાંક વિસ્તાર અને સોસાયટીમાં એપાર્ટમેન્ટ પણ બનવા લાગ્યા છે.

પૂર્વ ઝોનમાં આ પરિબળો બન્યા આર્શિવાદ

પૂર્વ ઝોનમાં આજી ડેમ, પ્રદ્યુમન પાર્ક બાદ રામવન બાદ હવે નજીકના ભવિષ્યમાં સફારી પાર્ક પણ આવશે. ઇમીટેશન ઝોન બનવાનો છે. પૂર્વ ઝોનમાં કુવાડવા રોડ, સંત કબીર રોડ, પેડક રોડ સહિતના વિસ્તારમાં નાના મોટા મોલ બન્યા છે. અનેક સુપર માર્કેટ ડેવલપ થઇ છે. બ્રાન્ડેડ કંપનીઓ આ રોડ પર આવી છે. પશ્ર્ચિમ રાજકોટ કરતા હજુ પ્રમાણમાં વાજબી ભાવે ઘર પણ મળે છે. આ તમામ સંજોગોમાં પૂર્વ ઝોન હાલ તો પશ્ચિમ ઝોન કરતા પણ આગળ નીકળી ગયો છે.

મધ્ય રાજકોટમાં રિ-ડેવલપમેન્ટનો શરૂ થયો ટ્રેન્ડ

મનપાની ટીપી શાખામાં રિ-ડેવલપમેન્ટના નવા પ્લાનની સંખ્યા વધી

મધ્ય રાજકોટમાં  એટલે કે સૌથી જુના વિસ્તારમાં વાત કરીએ તો હવે રિ-ડેવલપમેન્ટ વધુ જોવા મળે છે. જુના રાજકોટમાં સૌથી વધુ કામ જુના બાંધકામની જગ્યાએ નવા બાંધકામનું ચાલે છે. મધ્ય રાજકોટમાં નવી જગ્યા નથી. આથી જે જુના મકાનો છે તે પાડીને નવા બનાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને પેલેસ રોડ, સોની બજાર, યાજ્ઞિક રોડ, જુના રાજકોટના વેપારી વિસ્તારો, ઢેબર રોડ પર વેપાર- ધંધા યથાવત છે. મોટો રહેણાંક વિસ્તાર પણ જુના રાજકોટમાં આવેલો છે. મધ્ય રાજકોટમાં એકસાથે પાંચ-છ કે તેથી વધુ ટેર્નામેન્ટ તોડીને તેની જગ્યાએ લો-રાઇઝ ફ્લેટ બનાવવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આવા અનેક નવા બાંધકામ પ્લાન મહાનગરપાલિકાની ટીપી શાખામાં ૨૦૨૫માં મુકાયા છે.

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
આંતરરાષ્ટ્રીય

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

Editor By Editor 6 days ago
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?