- અભ્યાસક્રમ બહારના પ્રશ્નોથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા
- ગુજરાતી વિષયના 80 ગુણના પ્રશ્નપત્રમાં 22 ગુણના પ્રશ્નો અભ્યાસક્રમ બહારના પૂછાયા
- કેટલાક સેન્ટરોમાં વિદ્યાર્થીઓએ આ મુદ્દે ખંડ નિરિક્ષકને જાણ કરવામાં આવી હતી
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા લેવાયેલ ધોરણ.10ની પરીક્ષામાં છબરડો થયો હોવાની ફરિયાદો ઉઠી છે. ધો.10ના ગુજરાતીના પેપરમાં 22 ગુણના પ્રશ્નો અભ્યાસક્રમ બહારના પૂછાયા હોવાનું વિદ્યાર્થીઓ તેમજ નિષ્ણાંતો મારફતે જાણવા મળ્યું છે. અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
સીબીએસઈ બોર્ડ દ્વારા આજે મંગળવારે ધોરણ.10માં ભાષાના પેપરની પરીક્ષા લેવામાં આવી હતી. સવારે 10:30થી 1:30 દરમિયાન યોજાયેલી આ પરીક્ષામાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ગુજરાત વિષયની પરીક્ષામાં નોંધાયા હતાં. ગુજરાતી વિષયના 80 ગુણના પ્રશ્નપત્રમાં 22 ગુણના પ્રશ્નો અભ્યાસક્રમ બહારના પૂછાયા હોવાની વિગતો સામે આવી છે. હાલમાં જે પ્રકરણો અભ્યાસક્રમમા જ નહોતા તેવા પ્રકરણોના પ્રશ્નો પૂછાયા હોવાનું જાણવા મળે છે. કેટલાક સેન્ટરોમાં વિદ્યાર્થીઓએ આ મુદ્દે ખંડ નિરિક્ષકને જાણ કરવામાં આવી હતી. એ પછી સેન્ટ્રલ બોર્ડ સુધી પણ રજૂઆત થઈ હોવાનું જાણવા મળે છે. અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. કારણ કે, વિદ્યાર્થીઓ પરીક્ષામાં પૂછાયેલ તમામ પ્રશ્નો લખી શક્યા જ ન હોવાનું જાણવા મળે છે.


