- 2022મા 26358 લોહીની બોટલ સરકારી હોસ્પિટલને અપાઈ
- 2022મા 152 લોહીની બોટલ ખાનગી હોસ્પિટલને અપાઈ
- 2023મા 25809 લોહીની બોટલ સરકારી હોસ્પિટલને અપાઈ
રાજ્યની સૌથી મોટી અને એશિયાની સૌથી મોટી એવી સિવિલ હોસ્પિટલમાં રક્તદાન અને તેના જાળવણી અંગે માહિતી વિધાનસભા ગૃહમાં આપવામાં આવી છે. જેમાં જેમાં 31 ડિસેમ્બર 2023 સુધીમાં અગાઉના 2 વર્ષ દરમિયાન સ્વૈચ્છિક રીતે રક્તદાનમાં વર્ષ 2022 દરમિયાન 12,912 તથા વર્ષ 2023 દરમિયાન 12,390 બ્લડ બોટલ એકત્રિત કરવામાં આવી હતી.
વિધાનસભા ગૃહમાં ડોક્ટર તુષાર ચૌધરી કેટલીક જાણકારી મેળવા રાજ્યના આરોગ્યમંત્રીને પ્રશ્ન કરવામાં આવ્યા હતા જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન કેટલી બ્લડ બોટલ જમાં થઈ તેનો નાશ ન કરવો પડે તે માટે કેવા પગલાં લેવામાં આવ્યા તેની માહિતી આપવામાં આવી હતી.
આ દરમિયાન રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, 2 વર્ષ દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલને કુલ 25,302 બ્લડ બોટલ દાનમાં મળી હતી. આ બ્લડ બોટલનું રક્તના વિવિધ ઘટકોમાં વિભાજન કર્યા બાદ 54,168 બ્લડ બોટલ એકત્રીત થઈ હતી. તદુપરાંત વર્ષ 2022માં મળેલી કુલ 27,457 બ્લડ બોટલ માંથી 26,358 બ્લડ બોટલ સરકારી હોસ્પિટલને જ્યારે 152 બ્લડ બોટલ ખાનગી હોસ્પિટલમાં આપવામાં આવી હતી. વર્ષ 2023માં એકત્રીત થયેલી 26,711 બ્લડ બોટલમાંથી 25,809 બ્લડ બોટલ સરકારી હોસ્પિટલને જ્યારે 120 બ્લડ બોટલ ખાનગી હોસ્પિટલમાં દર્દીની સારવાર અર્થે આપવામાં આવી હતી.
સ્વૈચ્છિક રીતે રક્તદાનમાં મળતી રકતની બોટલની કેટલીક વખત નાશ કરવાની ફરજ પણ પડે છે. જેમાં વર્ષ 2022માં મળેલી સ્કૂલ બ્લડ બોટલમાંથી 947 બોટલનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 2023માં 783 બ્લડ બોટલનો નાશ કરવાની ફરજ પડી હતી. સ્વૈચ્છિક રીતે રક્તદાનમાં એકત્રિત કરવામાં આવેલી બ્લડ બોટલનું સંક્રમિત થવા કે અન્ય કોઈ કારણોસર નાશ કરવો પડે છે. કેટલીક વખત રક્ત દ્વારા ફેલાતા રોગને અટકાવવા માટે જો રક્તમાં કોઈ ખામી જણાય તો તેને નાશ કરવામાં આવે છે.


