- ઉચ્ચ સિદ્ધિ મેળવનાર 3 વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક એનાયત
- મહત્તમ સકારાત્મક ઉપયોગ કઈ રીતે થઈ શકે
- આર્કિટેક્ચર એક મલ્ટી ડિસેપ્લિનરી વિદ્યાશાખા છે
સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ્ ટેકનોલોજી વાસદ ખાતે 26મોં વાર્ષિકોત્સવ યોજવામાં આવ્યો હતો. સમારંભના મુખ્ય અતિથિ તરીકે શ્રી રામાકૃષ્ણન કોડોમારતી (હેડ ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ) તેમજ અતિથિ વિશેષ તરીકે આર્કિટેકટ રશ્મી દવે (ભૂતપૂર્વ આચાર્ય આર્કિટેક્ચર કોલેજ) ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ડૉ.જે.એમ.મિસ્ત્ર્રી (વાઇસ પ્રેસિડન્ટ સ્ટુડન્ટ સેન્ટ્રલ કમિટી) દ્વારા મુખ્ય મહેમાનોનો પરિચય આપી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આચાર્ય ડૉ. ડી.પી.સોનીએ કોલેજની વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કર્યો હતો. આ પ્રસંગે રામાકૃષ્ણન કોડોમારતીએ જણાવ્યું હતું કે આવનાર યુગમાં AI નો રોલ શું હોઈ શકે તે વિશે જણાવ્યું હતું.AI નો મહત્તમ સકારાત્મક ઉપયોગ કઈ રીતે થઈ શકે કે જેથી કરીને સમાજનો ઉત્થાન થઈ શકે તે આજના યુવાનોના હાથમાં છે. પ્રો.આર્કિટેક્ચર રશ્મિ દવે જણાવ્યું હતું કે આર્કિટેક્ચર એક મલ્ટી ડિસેપ્લિનરી વિદ્યાશાખા છે. વિદ્યાર્થીઓને ઘણા વિષયનું જ્ઞાન હોવું જોઈએ. તેમને લાઇબ્રેરીનું મહત્તમ ઉપયોગ કરવો જોઈએ AIની પણ જાણકારી હોવી જોઈએ. આ પ્રસંગે રોનક પટેલ (ચેરમેન નેસ્ટ) દ્વારા વિદ્યાર્થીઓ ને જણાવ્યું હતું કે તેઓ નવા ઇનોવેટિવ આઇડિયા ઉપર કાર્ય કરે અને આના માટે જે પણ આર્થિક અને તકનીકી સહાય ની જરૂર હશે તે એસવીઆઇટીના સ્ટાફ્ અને મેનેજમેન્ટ દ્વારા પૂરી પાડવામાં આવશે. આ પ્રસંગે ભાસ્કરભાઈ પટેલના હસ્તે કોલેજના અન્ડર ગેજ્યુએટમાં ઉચ્ચ સિદ્ધિ મેળવનાર 7 વિદ્યાશાખાના પ્રથમ વિદ્યાર્થીઓને કાંતિભાઈ રણછોડભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વ.ચંદુભાઈ કાશીભાઈ પટેલની સ્મૃતિમાં સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારપછી ભાવેશભાઈ પટેલના હસ્તે કોલેજના પોસ્ટ ગેજ્યુએટ સ્તરે ઉચ્ચ સિદ્ધિ મેળવનાર 3 વિદ્યાશાખાના પ્રથમ વિદ્યાર્થીઓને સ્વ. રાવજીભાઇ શનાભાઇ પટેલની સ્મૃતિમાં સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાંઆવ્યા હતા.


