- કંડલા મરીન વિસ્તારમાં 3 ગેરકાયદેસર દરગાહ દૂર કરાઈ
- કોસ્ટલ વિલેજ તુણા ખાતે પણ દબાણો દૂર કરાયાં
- છેલ્લા એક અઠવાડિયાંથી ગેરકાયદેસર દબાણો કરાઈ રહ્યાં છે દૂર
કચ્છના કંડલાના મરીન વિસ્તારમાં તંત્ર એકટિવ મોડ પર ચાલી રહ્યું છે,આજે તંત્ર દ્રારા તૃણા રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાયાં છે,જેમાં ગેશાપીરની દરગાહ, હાજીપીરની દરગાહ,વલીશાપીરની દરગાહ તંત્ર દ્રારા તોડી પડાઈ છે,સરકારી જગ્યા પર ગેરકાયદેસર દબાણ કરી દરગાહ બાંધતા આજે ડિમોલેશન કરાયું છે,તંત્ર અને પોલીસની હાજરીમાં આ કામગીરી કરવામાં આવી રહી છે.
અગાઉ પણ ગેરકાયદેસર મદ્રેસા તોડાઈ
9 માર્ચ 2024ના રોજ તંત્ર દ્રારા મોટું ડિમોલેશન હાથ ધરાયું હતું,જેમાં કચ્છનાં જામ કુનરીયા અને કુરન ગામમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી,તો તંત્ર દ્રારા 3 મદ્રેસાઓને તોડી પડાઈ હતી,સરકારી જમીન પર આ મદ્રેસા ગેરકાયદેસર રીતે ઉભી કરાઈ હતી જેના કારણે તંત્રએ લાંલઆંખ કરી હતી.કચ્છમાં અગાઉ પણ ગેરકાયદેસર રીતે છ મદ્રેસાઓને તોડી પાડવામાં આવી હતી,કચ્છના ખાવડામાં ગામથી ઇન્ડિયા બ્રિજ વચ્ચે આવતા તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 36 કમર્શિયલ સ્ટ્રક્ચર અને 6 મદરેસાઓ તોડી પાડવામાં આવી હતી. તંત્ર દ્રારા સૌરાષ્ટ્ર,કચ્છ અને રાજકોટમાં જેટલી પણ સરકારી જમીન પર આવી મદ્રેસા બની ગઈ છે તેને તોડી પડાઈ છે.
અબડાસામાં પણ કાર્યવાહી
અબડાસા તાલુકાના ભંગોરીવાઢ ખાતે આવેલ 2 દરગાહ તોડી પાડવામાં આવી હતી. તો સાથે જ 2 પાણીનાં ટાંકા પણ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.મહત્વનું છે કે,અગાઉ વહીવટી તંત્ર દ્વારા આ મામલે નોટિસ પણ આપવામાં આવી હતી.


