- આ વર્ષે ત્રણ દિવાળી મનાવવાની છે : અમિત શાહ
- અમિત શાહે ચૂંટણી સભાને સંબોધન કરતાં કોંગ્રેસના પરિવારવાદની વાત કરી
- 17 તારીખે મતદાન છે. કમળને મત આપવાનો છે : અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે મધ્ય પ્રદેશના બદનાવરમાં ચૂંટણી સભાને સંબોધન કરતાં કોંગ્રેસના પરિવારવાદની વાત કરી હતી. તેમણે તીન તિગાડા, કામ બિગાડા કહેવત સાથે કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં ત્રણ પરિવાર છે. એક કમલનાથનો – તેઓ નકુલનાથને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. બીજો દિગ્વીજય સિંહનો- તેઓ પણ પોતાના પુત્રને મુખ્યમંત્રી બનાવવા માંગે છે અને ત્રીજો સોનિયા ગાંધીનો જે રાહુલ બાબાને વડાપ્રધાન બનાવવા માંગે છે. બદનાવર વિધાયક અને ભાજપના ઉમેદવાર રાજ્યવર્ધન સિંહ દત્તીગાંવના સમર્થનમાં મતની અપીલ કરવા આવેલા ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે આશા કરૂં છું કે દિવાલી બાદ દેશભરમાં પરિવારવાદ અને ભ્રષ્ટાચારના બીજ વાવનારી કોંગ્રેસનો મધ્ય પ્રદેશમાંથી સફાયો થઇ જાય. તેમણે જણાવ્યું હતું કે 17 તારીખે મતદાન છે. કમળને મત આપવાનો છે. તમારો એક મત આગામી પાંચ વર્ષ માટે મધ્ય પ્રદેશ અને ભારતના ભવિષ્યને નક્કી કરશે. કેન્દ્રીય ગૃહપ્રધાને જનતાને દિપાવલીની શુભકામના આપતાં જણાવ્યું હતું કે આ વર્ષે મધ્ય પ્રદેશમાં એક નહીં પણ ત્રણ દિવાળી મનાવાશે. પહેલી દિવાલી 12 નવેમ્બરે દિવાળીના તહેવાર પર. બીજી દિવાળી મધ્ય પ્રદેશમાં ભાજપ સરકાર બનવા પર ત્રણ ડિસેમ્બરે અને ત્રીજી દિવાળી જ્યારે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રભુ શ્રીરામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે ત્યારે મનાવાશે. તેમણે જણાવ્યું હતું કે દિગ્વીજય સિંહે મધ્ય પ્રદેશને બિમાર રાજ્ય બનાવી દીધું હતું. 2003 પહેલાં આ રાજ્યની હાલત શું હતી તે સૌ કોઇ જાણે છે.