- ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે બનાવટી દવા પકડવા દરોડા પાડ્યાં
- હરણી, રાવપુરા, વાઘોડિયામાં અમ્પ્રી ફાર્મા, નેટ્રોન ફાર્મામાં દરોડા
- રેડ દરમિયાન અઝીમેડ 250 ગ્રામની દવાઓની સ્ટ્રીપો મળી આવી
રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામા આવી રહ્યું છે અને સમયાનુસાર આકસ્મિક દરોડા પણ પાડવામાં આવે છે. ત્યારે આજે વડોદરામાં 3 દવા વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે વડાદરામાં દરોડા પાડ્યા હતાં.
બનાવટી દવાઓને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સના દરોડા
વડોદરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડીને બનાવટી દવાઓને લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાના હરણી, રાવપુરા અને વાઘોડિયા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યાં હતા. જેમાં વડોદરામાં આવેલ રાવપુરામાં અમ્પ્રી ફાર્મામાં દરોડો પાડવામાં આવ્યો હતો તે સિવાય વાઘોડિયા રોડ પર સીએસપી ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં દરોડો પાડવામાં આવ્યા હતા.
95 હાજારથી વધુની કિંમતનો જથ્તો જપ્ત કરવામાં આવ્યો
વધુમાં વડોદરામાં હરણી રોડ પર નેટ્રોન ફાર્મામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતાં. તેમજ વડોદરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ વિભાગની રેડમાં અઝીમેડ 250 ગ્રામની દવાઓની સ્ટ્રીપો મળી આવી હતી. જેમાં અંદાજે 95 હાજારથી વધુની કિંમતનો જથ્તો જપ્ત કરવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન 7500થી વધુ દવાનો જથ્તો જપ્ત કરવામાં આવ્યો
વડોદરામાં ત્રણ દવા વિક્રેતાઓને ત્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડાની કામગીરી દરમિયાન 7500થી વધુ દવાનો જથ્તો જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદની કેર ફાર્મા નામની કંપનીએ દવાઓ બનાવી હતી તે તપાસમાં જણાયું હતું. દવાનો જથ્થો અમદાવાદના ચાંગોદર સ્થિત ફાર્મા કેર નામની કંપનીએ ઉત્પાદિત કર્યો હતો.


