- મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે વડોદરાથી 3 આરોપીઓને પકડ્યા
- Khilafat.india@gmail.com પરથી મોકલાયો હતો ઈમેલ
- 11 સ્થળે બોમ્બ બ્લાસ્ટ કરવાની આપી ઈમેલથી ધમકી
RBIને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર ઝડપાયા છે. જેમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે વડોદરાથી 3 આરોપીઓને પકડ્યા છે. તેમાં Khilafat.india@gmail.com પરથી ઈમેલ મોકલાયો હતો. તથા 11 સ્થળે બોમ્બ બ્લાસ્ટ કરવાની ઈમેલથી ધમકી આપી હતી.
મોહમ્મદ અર્શીલ, આદિલ, વસીમની અટકાયત કરવામાં આવી
મોહમ્મદ અર્શીલ, આદિલ, વસીમની અટકાયત કરવામાં આવી છે. આદિલ અને વસીમ સાળા બનેવી હોવાનું સામે આવ્યું છે. મુંબઈ એટીએસની ટીમે ધમકી ભર્યો ઈમેલ કરનાર ત્રણ આરોપીની અટકાયતના મામલે ઝડપાયેલા ત્રણેય આરોપીઓએ 11 સ્થળે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી ઈમેલથી આપી હતી. Khilafat.india@gmail.com પરથી મોકલાયો ઇમેલ કર્યો હતો. મુંબઈમાં RBI સહિત 11 સ્થાનો પર બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી ભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. જે પછી મુંબઈમાં ક્રાઈમ બ્રાન્ચે મેઈલ મોકલનારની ધરપકડ કરી છે. આ પછી ગુજરાતના અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.
એરપોર્ટની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ
હાલમાં જ અમદાવાદ સહિત દેશના અન્ય એરપોર્ટના સત્તાવાર આઈડી પર બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઇમેલ કરવામાં આવ્યો છે. જેમાં એરપોર્ટના કેટલાંક ભાગો પર વિસ્ફોટ કરવાની વાત કરવામાં આવી હતી. આ પછી પોલીસ દ્વાર એરપોર્ટનું ચેકીંગ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં એરપોર્ટ ઉડાવી દેવાના ધમકી ભર્યા ઈમેલથી સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. ધમકીના પગલે એરપોર્ટની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ સહિત ગુજરાતના એરપોર્ટને પણ ધમકીભર્યો મેલ મળ્યો છે.


