- દેશમાં સતત વધી રહ્યા છે કોરોના સંક્રમણના આંકડા
- કર્ણાટકમાં નવા વેરિયન્ટના 34 નવા કેસ, 3ના મોત
- કેરળમાં છેલ્લા 24 કલાકમાં 115 નવા કોરોના કેસ
દેશમાં કોરોના વાયરસ ફરી પોતાના પંજા મજબૂત કરી રહ્યો છે. આ વખતે કોરોનાના નવા વેરિયન્ટ JN.1 વેરિયન્ટને કારણે મુશ્કેલીઓ વધી રહી છે. ભારતમાં સતત આ વેરિયન્ટના કેસ સામે આવી રહ્યા છે. સોમવારે કર્ણાટકમાં જ્યાં નવા વેરિયન્ટના 34 કેસ સામે આવ્યા છે તો તેણે કારણે 3 લોકોના મોત થયાના સમાચાર છે. તો બીજી બાજુ કેરળમાં કોરોના બ્લાસ્ટ થયો છે. કેરળમાં એક જ દિવસમાં કોરોનાના નવા 115 કેસ સામે આવ્યા છે.
કર્ણાટકના આરોગ્ય અને પરિવાર કલ્યાણ સેવા વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં JN.1 વેરિયન્ટના કુલ 34 કેસ મળી આવ્યા છે. તેમાંથી, બેંગલુરુમાં 20 કેસ, મૈસુરમાં 4 કેસ, માંડ્યામાં 3 કેસ અને રામનગરા, બેંગલુરુ ગ્રામીણ, કોડાગુ અને ચામરાજા નગારામાં 1-1 કેસ નોંધાયા છે. નવા JN.1 વેરિયન્ટને કારણે આ દર્દીઓમાંથી 3 લોકોના મોત પણ થયા છે.
કેરળની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 115 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોવિડના કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 1,749 થઈ ગઈ છે. જો કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વાયરસને કારણે કોઈ મૃત્યુ નોંધાયું નથી.


