દરેક દેશમાં ફાંસીની સજા ખૂબ જ ગંભીર ગુના પછી આપવામાં આવે છે. તેમજ ઘણા દેશોમાં તો ફાંસીનો સજા આપવાની કોઈ જોગવાઈ જ નથી. આ વચ્ચે ઉત્તર કોરિયાએ એક એવા મામલામાં દેશના અધિકારીઓને ફાંસીની સજા આપવાનું એલાન કર્યું છે, જે તમને ચોંકાવી દેશે.
પૂરમાં 4 હજાર લોકોના મોત
ઉત્તર કોરિયામાં તાજેતરમાં ભયંકર પૂર આવ્યું હતું, જેમાં ભારે તબાહીના કારણે 4 હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમજ અનેક લોકોના ઘરો બરબાદ થયા હતા અને જાનમાલનું પણ મોટું નુકસાન થયું હતું. જ્યારબાદ હવે દેશના શાસક કિમ જોંગ-ઉને પૂર ન રોકી શકવાના ગુનામાં 30 અધિકારીઓને જેલની સજા સંભળાવી છે, તેઓ પર દંડ ન ફટકાર્યો પણ તેમને સીધા જ ફાંસી આપવામાં આવી.
દેશમાં આવ્યું હતું ભયંકર પૂર
ઉત્તર કોરિયામાં જુલાઈ મહિનામાં પૂર આવ્યું હતું, આ પૂરે ચાંગાંગ પ્રાંતમાં ભારે તબાહી મચાવી હતી. આ દુર્ઘટનામાં 4 હજાર લોકોએ જીવ ગુમાવ્યા, તેમજ અનેક લોકોના ઘર પૂરમાં નાશ પામ્યા હતા અને ઘણા લોકોને ઘર છોડીને અન્ય વિસ્તારોમાં સ્થાળાંતર કરવું પડ્યું હતું.
30 અધિકારીઓને ફાંસી
દક્ષિણ કોરિયાના મીડિયાએ જણાવ્યું કે, ઉત્તર કોરિયાના જે અધિકારીઓ પૂરને રોકવા માટે વધુ પગલાં લઈ શક્યા હોત, પરંતુ તેઓ પૂર રોકવા માટે યોગ્ય પગલાં ભર્યા નહીં. આ તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કડક સજા કરવામાં આવશે. દક્ષિણ કોરિયાના મીડિયાએ ઉત્તર કોરિયાના એક અધિકારીના હવાલે વધુમાં કહ્યું કે, આ દુર્ઘટના માટે જવાબદાર લોકોને કડક સજા ભોગવવી પડશે.
દેશમાં કેટલી તબાહી મચી
દેશની નોર્થ કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA)એ અહેવાલમાં જણાવ્યું કે, કિંગ કિમ જોંગે તે અધિકારીઓને કડક સજા કરવાનો આદેશ આપ્યો છે જેઓ જુલાઈમાં દેશમાં આવેલા પૂરને રોકી શક્યા નથી. ઉત્તર કોરિયાના મીડિયા અહેવાલ અનુસાર જુલાઈ મહિનામાં દેશમાં આવેલી કુદરતી આફતમાં 4 હજારથી વધુ મકાનો પૂરમાં વહી ગયા હતા, 7,410 એકર જમીન નાશ પામી હતી. આ ઉપરાંત રેલવે અને રસ્તાઓને પણ ભારે નુકસાન થયું હતું.


